________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જ્યોતિ લાગ્યું કે અત્રેથી વિસામે લઈને ગયે પણ લાકડી ભૂલી ગએલ છું આપે તે લાકડી લીધી હશે શેઠે કહ્યું કે “હા” આ તમારી લાકડી છે ને ? લે ત્યારે વિપ્ર લઈને “બરાબર તપાસ કર્યા સિવાય પાછા પિતાના ગામમાં આવ્યું આવીને તપાસ કરે છે ત્યારે ખાલી દેખી. શેઠે વાંસની લાકડીમાંથી તેની સેનાનહેરો લઈ લીધેલ હોવાથી કયાંથી હોય? વિપ્ર, ઘણી ચિન્તા કરતે અને વલેપાત કરતે શેઠની પાસે આવીને કહેવા લાગ્યું કે શેઠ! લાકડી તે આપી. પણ તેમાં રહેલ સોનામહે મેતી મણિઓ લઈ લીધા છે, મેં સારા નગ. રમાં ફરીને વિદ્વતાના ચુંગે જે મિલકત પ્રાપ્ત કરી હતી તે તમે મિલકત છીનવી લીધી છે. અને લાકડી ફક્ત આપી તે તમારા જેવા શ્રીમંતને શોભે નહી. માટે લીધેલી સોનામહોર પાછી આપે આ મુજબ કહ્યું એટલે લોભી શેઠે તેને ધૂતકારી કાઢ. અને કહ્યું કે તને વિસામો કરવા બેસવા દીધો તેને બદલે લે છે તારી સોનામહેરો અને મેતી મણુ કેવાં તે મેં દીઠા નથી. નાહકને ગળે પડે છે ચાલ્યો જા, નહિતર બદનક્ષીને કેશ માંડીશ. પાસે રહેલી એક બાઈએ પણ ટાબરી પૂરી–અને કહેવા લાગી કે આવા મોટા શ્રીમંત તારી મિલકત કદાપિ છીનવી લે નહી, એમની પાસે કયાં કમીના છે કે તારા ગરીબ બ્રાહ્મણની મિલકત હજમ કરે. બ્રાહ્મણ કાલાવાલા કરવા લાગે અને રૂદન કરતે કહેવા લાગે કે તમારી પાસે સંપત્તિ અઢળક છે. પણ મારે તે તે મિલકત વડે જીદગાની ગુજારવાની છે દયા લાવી પાછી આપ લીધા વિના પાછે નહીં જાઉં, ક્રોધાતુર બની શેઠે તેને ધકકો માર્યો.–દુર્બલ વિપ્રને
For Private And Personal Use Only