________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પક
આ. કીતિસાગરસૂરિ રચિત મને હર હતી. ચૌદ રત્ન નવનિધિ વિગેરે જેની પાસે હોય તેને સાંસારિક વિષયેની ખામી હોતી નથી. અને તેમને ભાસતી પણ નથી. પરંતુ એક આત્મજ્ઞાનની ખામી હેવાથી દુર્ગતિના ભાજન બન્યા. તે સંપત્તિએ દુર્ગતિના બારણું બંધ કર્યા નહી પણ તેનું ઉદ્ગાટન કર્યું અને તેત્રીશ સાગરેપમ સુધી મહાવિંપત્તિમાં ફસાવી નાંખ્યા. ભરતચક્રી સગર ચક્રવર્તીઓને આત્મજ્ઞાન હોવાથી મળેલી સંપત્તિને ત્યાગ કરી તેમણે આત્મવિકાસ સાધી પરમપદને પ્રાપ્ત કર્યું અને સાદી અનંતમે ભાગે અનંત સુખના સ્વામી થયા છે. માટે દુન્યવી સત્તા–સાહ્યબી, પુણ્યોદયે પ્રાપ્ત થશે પણું આત્મજ્ઞાન હશે નહી તો આવી બન્યું એમ માનશો.
અનંતજ્ઞાન-દર્શન સુખાદિ મેળવવું હોય તે સત્તાસાહ્યબીમાં વિશ્વાસ રાખતા નથી. મન્નમત્ત બનતા નહીં. જે અંતે અનંતા દુઃખમાં ફસાવનાર છે. તે ટાળવા માટે પ્રયાસ કરવાની ખાસ અગત્યતા છે. સાહ્યબી–સંપત્તિ વિગેરે કર્મજન્ય છે. અને કર્મ પણ જડ છે. અને ચેતન આત્મા છે. કમની શક્તિ કરતાં આત્માની શક્તિ અનંત ગુણ છે. તેથી આ કમ શક્તિને ત્યાગ પૂર્વક આત્મોન્નતિમાં સારી રીતે આગળ વધે અંતવાળી વસ્તુઓમાં કેણ વિશ્વાસ રાખે? અંતવાળી આ સઘળી સત્તા સંપત્તિ છે તે માટે સમ્યજ્ઞાન હેવું જોઈએ. જ્યા સુધી આ સમજાશે નહીં. અને રાગ દૂર કરવામાં નહીં આવે તે ફસામણ વાટ જોઈને રહેલ છે. તમારી પાસે દુન્યવી પદાર્થોનું જ્ઞાન હશે તે અનંત સુખ મેળવવામાં કારગત થશે નહીં. પણ સાથે સાથે આત્મિક ગુણોનું જ્ઞાન હશે તે જ ખપમાં આવશે
For Private And Personal Use Only