________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૮
આ. કીતિસાગરસૂરિ રચિત પુરૂષને શે ભરૂસે. પરણેલી બીજીમાં આસક્ત બન્યા તે મારા પુત્રની બેહાલ દશા થશે તે માટે વાપાત કર્યા કરે છું. શેઠે સોગન લીધા પણ માન્યું નહીં. અને ચિન્તા કરવા લાગી ત્યારે મેં વિચાર કર્યો, આ સ્ત્રી ચિન્તાના
ગે મરણ પામ્યા બાદ સદગતિ પામશે નહી, આમ વિચારણું કરીને કહ્યું કે આચાર્ય મહારાજને અત્રે પધરાવી તારી સમક્ષ સર્વથા જાવજ જીવ યાવત્ બ્રહ્મચર્થની બાધા-નિયમ લઉ તે પછી તને ચિન્તા રહેશે નહી ને? સ્ત્રીને ચક્કસ મરણ પામવાની ખાત્રી હતી. તેથી હા કહી. આચાર્ય મહારાજની પાસે તેણીની સમક્ષ બ્રહ્મચર્ય જાવજ જીવ સુધી ગ્રહણ કર્યું. સ્ત્રીને શાંત વળી. આનંદમાં રહેવા લાગી. પછી અરે ભાઈ! બન્યું એવું કે ચિન્તા ગઈ. વલોપાત થયે નહીં. દવા તે ચાલુ હતી તેથી દવા લાગુ પડવાથી સ્ત્રીને રેગ નષ્ટ થયે અને ધીમે ધીમે આરોગ્ય પ્રાપ્ત કરી સાજી થઈ. ખાવા પીવાની સારા પ્રમાણમાં અનુકુલતા હોવાથી અનુક્રમે વિકારી બની. વિષય સુખની જંખના કરવા લાગી. મેં તે બ્રહ્મચર્ય જીવન પર્યત લીધેલ હોવાથી ગમે તેવી પ્રાર્થના કરી ખુશી કરતી પણ તે નિયમમાં મક્કમ રહ્યો, કાંઈ પણ વળ્યું નહી ત્યારે કેાઈ વિષયાભિલાષી–વ્યભિચારી સાથે સંબંધ બાંધ્યે. ઘણી રાગી થએલ હોવાથી બે દીકરા તેણીને થયા. ક્રોધ કર્યો નહીં. તેના દીકરાની પણ સંભાળ રાખી. આ ત્રણ પુત્રોમાંથી એક દીકરો અમારો છે અને બે દીકરા તેના છે. મનમાં તે અતિશય મુંઝવણ થાય છે. પણ હવે ઉપાય રહ્યો નથી. એલ. મારા જેવું સુખ
For Private And Personal Use Only