________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬
આ. કીર્તિસાગરસૂરિ રચિત નહી આવવાથી અફસ કરતાં વલોપાત કરતે પાછો આવી દાટેલી સોનામહોર લેવા ગયે. પરંતુ જ્યારે દેખી નહી ત્યારે ઘણે પરિતાપ સંતાપ કરવા લાગ્યું. પણ હવે ગમે તે વલેપાત કરે તે પણ વળે શું? ઘરમાં સઘળી કમાણી ગમાવીને આવ્યું. તે પ્રમાણે મનુષ્ય દુન્યવી પદાર્થોમાં ઘણે રાગ હેવાથી અનંત સમૃદ્ધિને ગુમાવી બેસે છે. અનંત સમુદ્ધિના મુકાબલે દુન્યવી પદાર્થો દેકડા જેવા છે. આમ સમજી તે પદાર્થોમાં આસક્ત ન બનતાં જીનેશ્વર કથિત આગમવાણી રૂપી પાણીનું પાન કરી હૈયામાં રહેલી મલીનતાને દૂર કરે. મલીનતા દૂર ગયા પછી સત્તામાં રહેલી સત્ય સમૃદ્ધિ આપે આ૫ હાજર થશે. પછી કઈ બાબતની આધિ-વ્યાધિ ઉપાધિ રહેશે નહી. માટે એક કડા જેવા દુન્યવી પદાર્થો ખાતર અનંત ઋદ્ધિ-સમૃદ્ધિને ગુમાવી બેસે નહી. રાગ-દ્વેષ અને મેહાદિકને ટાળવાની શક્તિ તમારામાં ભરપૂર છે તેને પાદુર્ભાવ કરી ફરાયમાન કરો. આ મુજબ વર્તન કરશે નહી તે દેકડે પણ હસ્તગત થશે નહી. અને જે અદ્ધિ છે તે તે કષાય ચેરે લઈ લીધી છે. માટે ખાસ ઉપયોગ રાખીને વર્તન કરો.
તમારી પાસે જે આવી મલ્યું છે અને જે આવી મળે છે તે તમારૂ નથી જ. તમારૂ જે હેય તે ખસી કેમ જાય? ખસી જાય છે તેથી કહેવું પડે છે કે જે મળ્યું છે તે તમારું નથી. તમારૂં તે તમારી પાસે સદાય નિરન્તર કાયમ રહેલું છે તેને ઓળખી નજર કરોને સ્વાધીને કરે પણ તે સ્વાધીન કયારે થાય કે સારી
For Private And Personal Use Only