________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ કીતિસાગરસૂરિ રચિત સર્વ શક્તિઓ તથા સર્વજ્ઞાનનું કેન્દ્રસ્થાન તમે પોતે જ છે. તમે પિતે જ પિતાને સત્ય સ્વરૂપે પીછાણ તેમાં આત્મામાં સ્થિરતાને ધારણ કરવા સાધન સામગ્રી મેળવે તેજ તે શક્તિ અને જ્ઞાનને આવિર્ભાવ શક્ય બને આ સિવાય અનંત શક્તિ જ્ઞાનને પ્રાપ્ત કરવાને ઉપાય નથી. તમે જે શક્તિઓ તથા જ્ઞાનાદિક પ્રયાસ કરીને પ્રાપ્ત કરેલા છે. તે સાંત અને વિયેગવાળું હોવાથી સત્ય અને અનંત કહેવાય નહી. સાંતને અનંત માનશે તે ભવભ્રમણ ટળશે. નહી. તે પરિભ્રમણમાં અનંત કઢે સહન કરવાને વખત આવી લાગશે. માટે સર્વશક્તિઓને તથા કેવલજ્ઞાનને મેળવવું હોય તે આત્માને ઓળખવા માટે સાધન સામગ્રી મેળવીને અનંત શક્તિ વિગેરેને પ્રગટ કરે. અનંત શક્તિની અને અનંત જ્ઞાનની લાગણી હશે તે કર્મોદયે આવી પડેલી વિપત્તિઓ સહન કરી લેવાશે.
શ્રીકૃષ્ણ મહારાજાના લઘુ બાંધવ શ્રી ગજસુમાલની માફક અસહ્ય પીડા પણ સહન થશે. અસહા સંકટ જે જ્ઞાન પૂર્વક સહી લે છે તે અનંત શક્તિઓના તથા અનંત જ્ઞાનના સ્વામી થાય છે. ગજસુકાલે શ્રી નેમિનાથ તીર્થંકર પાસે માત પિતાને સમજાવી દીક્ષા લીધી. ત્યારબાદ અનંત જ્ઞાનને પ્રાપ્ત કરવાની તમન્ના હોવાથી પ્રભુની પાસેથી આજ્ઞા. લઈને સ્મશાનમાં કાર્યોત્સર્ગ પૂર્વક સ્વાત્મામાં સ્થિરતા બરબર ધારણ કરી. તેમના સસરાએ મસ્તકે કાદવની પાળ બાંધવાપૂર્વક ધગધગતા કાષ્ટના અંગારા ભર્યા પણ મનમાં દુર્ભાવ લાવ્યા નહીં. અને આ સસરાએ તે મેક્ષની-અનંત
For Private And Personal Use Only