________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. કીર્તિ સાગરસુરિ રચિત પિતજ હલકા બને છે. કારણ કે અહંકાર-ગુમાન આવતાં સંપત્તિ-સત્તા–સાહ્યબી ખસવા માંડે છે. ગુમાનની સાથે સંપત્તિ વિગેરેને અનાદિકાલીન વિરોધ છે એટલે ગર્વ આવતાં તે ખસવાને આરંભ કરે છે બુદ્ધિમાં વિપર્યય થાય છે અને અવળી બુદ્ધિ થતાં વેર વિરોધ વિગેરેને કરવાની મનોવૃત્તિ જાગૃત થાય છે વેર વિરોધ કેનું કલ્યાણ કર્યું? માટે સ્વર્ગમાં રહેલી સાહ્યબી કરતાં તથા લબ્ધિમાનની સંપત્તિ કરતાં તમારી પાસે રહેલી સાહ્યબી તુચ્છમાત્ર છે માટે નગ્નતાને ધારણ કરી પ્રાપ્ત થએલ સંપત્તિને સદુપયોગ કરે.
તમારી પાસે જે સંપત્તિ સાહ્યબી છે તે દ્વારા અહંકારાદિક ધારણ કરીને તમે શું મેળવ્યું? તે કહેશે? શુભ સંસ્કાર મેળવ્યા કે અશુભ? સાથે આવનાર વસ્તુઓ મેળવી કે અહીંજ પડી રહેવાની? તેને કદાપિ વિચાર કર્યો છે આ વિચાર દરરોજ કરવાની ખાસ જરૂર છે અશુભ સંસ્કાર હોય તે કર નહીતર તે સંસ્કારો તન સમીપે રહેલાં પુનઃ પુનઃ આગળ વધવામાં વિવિધ વિદને ઉપસ્થિત કરશે.
“વિપત્તિ વેલાયે તેને દૂર કરી સંપત્તિ અર્પણ કરનાર શુભ સંસ્કાર-હિંમત વિગેરે છે. તે જે નહિ હોય તે વિપત્તિને વધારે જોર આવવાનું, અને તેને હઠાવવાની તાકાત પણ ખસી જવાની તાકાત ગુમાવ્યા પછી દરેક બાબતમાં નિરાશ બનવાના જ. માટે સારા નિમિત્તોના સંસર્ગમાં આવી શુભ સંસ્કારને ગ્રહણ કરીને અશુભ વિચાર-સંસ્કારને ત્યાગ કરે. પછી નિરાશ થવાને વખત આવશે નહી અને ધાર્મિક બાબતમાં હિંમત પૂર્વક પ્રયત્ન
For Private And Personal Use Only