________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૮૮
આ. કીર્તિસાગરસૂરિ રચિત પણ ગમ પડશે નહીં. કયા માર્ગે ગમન કરવાથી વિડંબના ટળે અને સુખેથી મુસાફરી કરી શકાય. માટે જ જ્ઞાનીનું આ જ કથન છે કે સંસારમાં બે માર્ગો રહેલા છે એક માર્ગ વિકટ છે અને બીજો માર્ગ સરલ અને સુગમ છે. વિકટમાં કષાયે વિવિધ લલચાવનારી વસ્તુઓ મૂકી છે માટે તે વસ્તુ એને દેખી તેમાં લંપટ બને નહીં. ૧૧૭ અનાત્મભૌતિક પદાર્થોમાં પિતાની કલપનાને કરી બેઠેલા માણસને કેાધ-માન-માયા અને લાભ રૂપી સંસાર આવીને વળગે છે.
પછી તે કષામાં ફસાઈ પડવાથી આત્મતત્વની ઓળખાણ થવી અશકય બની રહે છે. એટલે સમ્યગૂ દશનજ્ઞાન અને ચારિત્ર જે મોક્ષ માગે છે તે તેઓને દુર્લભ બને છે. અને અત્યંત કષ્ટદાયક માર્ગમાં ગમન કરતાં સ્વ જીવનને વ્યતીત કરે છે. જે આત્માથી પર વસ્તુઓ છે તે કદાપિ પિતાની થતી નથી અને થશે પણ નહી. છતાં તેમાં પોતાની કલ્પના કરી વૃથા દુર્લભ મનુષ્ય ભવ ગુમાવે છે, અને આત્માન્નતિમાં આગળ વધવા બે નસીબ બની બેસે છે. તેથી ઈષ્ટ પરપદાર્થને વિયાગ થતાં વિવિધ વિલાપ વલેપાત કરી દુઃખને ભેગવે છે. અને માને છે કે અરેરે ગઈ વસ્તુ ક્યારે મળશે જે વિયેગી વસ્તુ જલ્દી પાછી આવી મળે તે સુખી થાઉં. અન્યથા દુખી. આવી આવી કલ્પના કરી દુઃખી હાય નહી છતાં દુઃખી થાય છે. ત્યારે આત્મજ્ઞાની, ભલે ગૃહસ્થ હેાય સાધુ સંત હય શ્રીમંત હેય કે સામાન્ય હોય, તથા રહેવાનું મકાન નાનું હોય કે મ્હારું
For Private And Personal Use Only