________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૮
આ. કીર્તિસાગરસૂરિ રચિત ચીલાતિ પુત્ર વિગેરેએ પાપની નિજા ગહ કરી આત્મધ્યાનમાં રત બની સદ્ગતિને મેળવી સુખને સત્ય લાભ મેળવ્યો છે. દુષ્ટ અને ક્રૂર વિચારે પૂર્વક તેવા ખરાબ વર્ત. નથી સુખ કદાપિ ઉપલબ્ધ થતું નથી. દુષ્ટાચરણથી દુખ આવી મળે તેમાં નવાઈ શી? અને દુઃખ તે કેહને પસંદ હતું જ નથી માટે પાપને પાતક તરીકે માની સદ્વિચાર–અને વિવેકને લાવી ધાર્મિક બને.
ટેવ સારી કે ખરાબ પાડવી તે પિતાના વિચારે ઉપર આધાર રાખે છે સદ્વિચાર દ્વારા ખરાબ ટેવ–લતને સુધારવાની આપણામાં તાકાત રહેલી છે તે પછી તે શક્તિને આવિર્ભાવ કરી ખરાબ ટેવને દૂર કરવા માટે સદ્વિચારે કેમ ન કરવા? દરરાજ બૂરી લતે જે પડેલી હોય છે. તેની ગુલામી ઓછી નથી. તે તે કેઈ વખતે હાંસીપાત્ર બનાવે છે, અને મૂતામાં ગણના કરાવે છે.
“એક બે વાર બૂરી ટેવને નમતું આપ્યું તે જરૂર માનજો કે બગાઈની માફક એંટી પડવાથી દૂર કરવીદુષ્કર બનશે. રૂઢ બનેલ ટેવ સ્વાભાવિક બની મનુષ્યને ઉન્માગે ઘસડી જાય છે. અને પાગલ બનાવી સદ્વિચાર કરવા દેતી નથી. ચેરી જારીની લત–ટેવવાળાઓએ ઘણુવાર લાતે ખાધી હોય છે. હાંસી પાત્ર, સ્વજન વર્ગમાં બનેલ હોય છે, તથા આબરૂ પ્રતિષ્ઠાનું લીલામ પણ કરેલ હોય છે. તેમજ શારીરિક શક્તિની બરબાદી થએલી હોય છે. છતાં તે બૂરી ટેવને દૂર કરવા સમર્થ બનતું નથી. તેથી અંતે અસહ્ય સંકટના ભોક્તા બને છે. એક ધનાઢય શેઠની પત્ની રૂપવતી તે હતી.
For Private And Personal Use Only