________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જ્યોતિ
૨૮૭ પાપ નહી માનનાર અંતે મહાદુઃખી બને છે પરંતુ પાપને પાપ તરીકે માની ન છુટકે પાપ કરનાર અને કરેલ પાપની આત્મ સાક્ષિએ નિન્દા ગહ કરનારના વિચારે નિમલ થતા હેવાથી અને પાપ થાય નહીં તે માટે ઉપગ રાખવાથી અંતે શુભ વિચારોના આધારે દેવગતિને પ્રાપ્ત કરવા શક્તિમાન બને છે અને આત્મરમતા રૂપ શુકલ ધ્યાનથી અનંત સુખના સ્વામી પણ બને છે માટે બે ધ્યાનને નિવારી ધર્મ અને શુકલ ધ્યાનને ધ્યાવવા પ્રયત્નશીલ થવાની આવશ્યક્તા છે તથા શાસ્ત્રકાર ફરમાવે છે કે રૌદ્ર ધ્યાનીના તદ્દન ફર વિચારો હોવાથી, મરણ વખતે તેના પ્રાણે પગ માંથી નીકળે છે. અને આધ્યાનનીના વિચારે હલકા હવાથી અંતે તેના પ્રાણે જંઘા શાથળમાંથી નીકળે છે. અને જ્યારે છાતીમાંથી પ્રાણે નીકળે તે મનુષ્ય ગતિ, અગર તિયચ ગતિને પ્રાપ્ત કરે છે. મસ્તકમાંથી નીકળે તે દેવગતિને મેળવે. જે સિદ્ધગતિમાં સંયમી જવાને હોય તે સર્વે શરીરમાંથી પ્રાણે નીકળે છે. આ મુજબ શરીરમાંથી જુદા જુદા અંગેમાંથી પ્રાણે નીકળતા હોવાથી અનુભવીને પણ માલુમ પડે છે કે, આ ભાઈ કેવી ગતિમાં ગયા, માટે સદ્ધગતિના લહાવા લેવા હોય તો જીવનમાં સદ્વિચાર અને વિવેકને સ્થાપન કરે. મરણ તે સર્વ પ્રાણીઓ જન્મ પામેલા હવાથી થવાનું જ. જનમે તે જવાન જ. પણ પાપ સ્થાનક પીડા-દુઃખ-વિડંબનાનું કારણ માનીને ન છૂટકે પાપ કરે અને તે પાપ કર્યા પછી નિન્દા ગહ કરવા પૂર્વક પાયચ્છિત લઈને નિર્મલ બને. ઘણુ પાપને કરનાર અર્જુનમાલી
For Private And Personal Use Only