________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮
આ. કીર્તિસાગરસૂરિ રચિત ચિન્તાએ કર્યા કરે છે તેમજ પ્રયાસ પણ કરે છે તે પછી એશીયાળી કેમ ખસતી નથી ? અને કાયમ રહ્યા કરે છે? જ્યાં સુધી ધાર્મિક કાર્યો કરતાં તથા તથા વ્યાવહારિક કાર્યો કરતાં આ લેક તેમજ પરલોકના સુખની આશંસાઅભિલાષા તથા પ્રતિષ્ઠા–મહત્તા વિગેરેની ઈચ્છા ખસી નથી તેથી જ એશીયાળી કાયમ રહે છે. અને રહેવાની જ માટે તેની આશંસાને દૂર કરી તથા ક્ષમાદિક ગુણોને ધારણ કરવા પૂર્વક જીનેશ્વરે કથન કરેલા માર્ગે સંચરે. આ ઓશીયારી ટાળવાને રાજમાર્ગને આધાર લીધા વિના કદાપિ માનસિક વૃત્તિઓ સ્થિર થશે નહી. અને સત્ય મહત્તા–પ્રતિષ્ઠા મળશે નહી. માટે કષ્ટ સહન કરીને પણ આ સુગમ-અને સરલ પંથે સંચર.
આપણું જીવનમાં બે પ્રકારના માર્ગો રહેલા છે એક અંધકારને અને બીજા પ્રકાશને આ બે માર્ગમાંથી કયા માગે ચાલવું તે બુદ્ધિ ઉપર આધાર રાખે છે. વિચાર વિવેક બુદ્ધિ તે આપણને પુણ્યના ચગે મળી છે તે પછી અંધકારને માગ” જે છે તેને ત્યાગ કરી પ્રકાશનના માગે ગમન કરવું તે હિતકર છે અનુભવી કહે છે કે, સદાય મનપસંદ સુખને, અનુકુલતાને, આ જગતમાં કે જીવનમાં માગ મળતું નથી. છતાં બુદ્ધિ હોય તે પ્રકાશ માર્ગ પણ છે ને? તે માગે વળે મનપસંદ મુખને માર્ગ મળી આવશે. અજ્ઞાનાંધકારના માર્ગે ભયના ભણકારા તથા વિવિધ ભીતિઓ આવી ઉપસ્થિત થાય છે ત્યારે શેરબકોર કરી અધિક ભય. ભીલ બને છે. તે વખતે શાંત બની પ્રકાશના માર્ગે વળવાને,
For Private And Personal Use Only