________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૦
આ. કીર્તિસાગરસૂરિ રચિત ઉન્નતિના ઉપાય તથા યુક્તિઓ સુઝે પણ પર વસ્તુઓને પિતાના સત્ય સુખને અર્પણ કરનારી માને ત્યાં ઉપાય. અને યુક્તિઓ કયાંથી સુઝે ? એક બાઈને પિતાના પુત્રાદિક પરિવારમાં ઘણું આસક્તિ હતી. અને ઘરમાં સહજ નુકશાન થાય ત્યારે વારે વારે સંતાપ કરતી, સગાં વહાલાં કહેતા કે આવી તુચ્છ બાબતમાં કલેશ કંકાસ કરવો તે ઠીક કહેવાય નહી. પણ જે સ્વભાવ પડયો તે શેને જાય ? બન્યું એવું કે તેણીને રાત્રિમાં નિદ્રા કરતાં આખે દરિયે પીધાનું સ્વપ્ન આવ્યું. તેથી ગભરાઈ ગઈ. અને એક પાડોશણની પાસે જઈને સ્વપ્નમાં દરિયા પીધાની વાત કહી. આ સાંભળી મૂખ શિરોમણિ–પાડાસણે કહ્યું કે, તે દરિયે પીધે. એટલે હવે મરણ પામવાની જ. કારણ એક ઘડે પણ પીવાથી પેટ ફુટે છે. તે પછી તે તે આખે દરિયે પીધે. હવે કયાંથી જીવવાની આ સાંભળી મરણના ભયથી શેક-સંતાપાપ–વલોપાત કરતા હૃદય બંધ પડયું. અને મરણ પામી. મરણને ભય બીજા ભય કરતાં દરેક પ્રાણીઓને અધિક હોય છે માટે સુખેથી જીવન ગુજારવું હાય હાય તે ભયથી ભ્રમિત બને નહિ.
વસ્તુઓના સ્વરૂપને જાણ ભયને દૂર કરનાર એક હુંશીયારવાણીયાની માફક બને. એક વાણીઓ શરીરે મજબૂત, મતિમાં યુક્તિમાં બડે પ્રવીણ હતું અને જુદા જુદા વ્યાપા
ને કરતે તથા ટાઈમ મળો ત્યારે સદ્દગુરૂના વ્યાખ્યાનને પણ સાંભળતે તેથી દેહગેહાદિકની આસક્તિ તેને હતી નહી. તેથી ભયના પ્રસંગે મળતાં નિર્ભય બની વસ્તુની વિચારણું
For Private And Personal Use Only