________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫ર
આ. કીર્તિ સાગરસૂરિ રચિત ઉતાવળીયા બનીને અનેક ઉપદ્રવે કરી બેસે છે. તેમાં જે રાજાને અધિકારી કે શેઠને પિતાના નેકર કે અનુયાયી તરફની શંકા થઈ તો તે અધિક નુકશાની મારઝુડ વિગેરે કરી બેસે છે પછી તપાસ કરતાં ચોક્કસ થાય કે ગુનહેગાર નથી ત્યારે ઘણે પસ્તા કરે છે. મહાસતી કલાવતી ઉપર શંકાતુર થએલ શંખરાજાની માફક. પિતાએ મેકલેલ કંકણને પહેરી સ્વપિતાના ગુણેનું વખાણ કરતી કલાવતી ઉપર શંકાને લાવવા પૂર્વક તેના બે હાથ શંખે કપાવ્યા પરંતુ જ્યારે ચોક્કસ ખબર પડી ત્યારે પરિતાપાદિકરતા શંખ રાજા બળવા માટે તૈયાર થયે પ્રધાનેએ સમજાવી સ્થિર કર્યો. તે પ્રમાણે આજના જમાનામાં કેટલાક સ્ત્રીઓ ઉપર નોકર ચાકર ઉપર શંકાને ધારણ કરી સ્ત્રીનું નાક કાપે છે અગર તેને નાશ કરે છે. નેકર ચાકર હોય તે માર મારી તગડી મૂકે છે. પણ બરોબર તપાસ કરતા નથી. તે તેમની ઉતાવળ છે. “મલકચંદ જડીઆની માફક-એક ઠાકરાણીએ પોતાના પતિ ઠાકરની આજ્ઞા લઈ તેને બોલાવ્યું. અને સેનાના કડામાં જડવા માટે હીરા માણેકને દેખાડયા. મલકચંદ જડીઓ સરસ અને પાણીદાર હીરા વિગેરેને દેખી ખુશ થયો. અને તે લઈને પિતાને ઘેર આવી કુશળ કારીગર જે પિતાને હતું તેને કડામાં જડવાનું કહ્યું. રંગીલ નામે કારીગર હીરા દેખી વખાણ કરવા લાગે. કે આવા હીરા માણેક અલ્પ પ્રમાણમાં દેખવામાં આવે છે. થણું સરસ પાણીદાર છે. આમ વારે વારે વખાણ કરતા હોવાથી જડીઆને તેના ઉપર શંકા થઈ પણ કંઈ તે બે નહી. -બીજે દીવસે તપાસ કરે છે. તે સારામાં સારા બે હીરા
For Private And Personal Use Only