________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫
આંતર તિ ૫ મનુષ્યજન્મને સાર જે કઈ હોય તે સમ્યગ જ્ઞાનીઓની વિનયપૂર્વક આરાધના કરીને
સમ્યગૂ જ્ઞાની બનવું આ કરવાથી સંસારિક આધિ-વ્યાધિ અને વિડંબનાઓનું જેર ચાલશે નહીં, સમ્યગૂ જ્ઞાનરહિત મનુષ્ય સહજ પ્રતિકુલતા ઉપસ્થિત થતાં તેનું મોટું રૂપ ધારણ કરીને વારે વારે ચિન્તાએ કર્યા કરે છે તેથી જે પ્રતિકુળતા આવી છે. તે અધિક જોર પકડે છે. એટલે પ્રતિકુલતાને નિવારવાના ઉપાયે હસ્તગત થતા નથી. તથા દરેક બાબતમાં અનુકુળતા આવે છે તે ગર્વને ધારણ કરીને ઉન્મત્ત બની વિષય કક્ષાના વિકારમાં આસક્ત બનીને પરિણામે અત્યંત દુઃખનું ભાજન બને છે. જે તે સમ્યગજ્ઞાનીની વિનયપૂર્વક આરાધના કરે તે સમ્યગજ્ઞાની બનીને પ્રતિકુલતાના પ્રસંગે તથા અનુકુલતાના સગો પ્રાપ્ત થતાં શેક પરિ તાપાદિકને રાગ-દ્વેષ અને મહાદિકને હઠાવી આત્મિક વિકાસને સાધવામાં સમર્થ બને. અને દુન્યવી પદાર્થોની આસકિતને ત્યાગી બની આનંદપૂર્વક જીવનને પસાર કરે માટે સમ્યજ્ઞાનીઓના પ્રત્યેનીક થવું નહીં. તેઓની પાસે વિરુદ્ધ વર્તન કરવું નહીં. તેઓ જેમ પ્રસન્ન રહે તે પ્રમાણે વર્તન રાખવું. તેમની આશાતના કરવાથી તેમજ તેઓના સામે પડવાથી કઈ જ્ઞાની બનતા નથી પણ જ્ઞાનાવરણીય કમ બંધાય છે. અને આ ભવમાં-પરભવમાં સમ્યગજ્ઞાની થવાતું નથી તેથી વારે વારે દરેક પ્રસંગે મુંઝવણ આવીને ઉપસ્થિત થાય છે. તથા જ્ઞાન સાધનાની આશાતના કરવાથી
For Private And Personal Use Only