________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૬
આ. કીર્તિસાગરસૂરિ રચિત સુખી થયા. માટે અહિંસાદિક વ્રતેને પાલીને સુખી થાઓ વિયેગી વસ્તુ ખાતર વેર કરે નહી અને વધારે પણ નહીં. તમારી પાસે જે સંગે વસ્તુઓ મળી છે તે વિયેગવાળી છે તે નકકી સમજી વેરને વધારે કરે નહી. અને વેર હોય તે મૈત્રી ભાવના તથા પ્રેમથી વાળ કે જેથી આ ભવમાં કે પરભવમાં અથડામણ વિગેરે થાય નહીં. અને સુખેથી આત્મન્નિતિ સાધવાનો સમય મળી રહે. ૯૭ પુદગલાનંદી મનુષ્યો બહાર દેખાવ કરવામાં
અધિક માન્યતા ધરાવે છે. જન સમુદાય, ખામીઓને ખેડા-તથા અપરાધને જાણી શકે નહીં તેવી વિવિધ યુક્તિ કરી માનવીઓને ભ્રમમાં નાંખી પિતે કુલાય છે કે અમે કેવા હુંશિયાર છીએ કે કે અમારા દોષ–ખેડ વિગેરેને દેખતા નથી. પરંતુ સુજ્ઞજને તે તે સઘળું જાણી લે છે અને હાંસી કરે છે.
જીવરામભટ્ટ રતાંધળે હતે રાત્રીમાં ચાલતાં દેખતે નહી તેથી ગામના લેકે તેને રતાંધળે કહેતા, આ ભટ્ટની સ્ત્રી મરણ પામી. બીજીને પરણવાની ઈચ્છા થઈ. ગામના જ્ઞાતિજને તેને રતાંધળો હોવાથી કોઈ કન્યા દેતું નથી. એટલે દશબાર ગાઉ ઉપર એક ગામમાં સુંદર રેશમી વસ્ત્રો પહેરી બે મિત્રોને સાથે લઈને ગયે તેને બહારના ભભકાને દેખી એક બ્રાહ્મણે કન્યા દીધી. લગ્ન થયા પછી બે ત્રણ વર્ષે સ્વવધૂને તેડવા ગયે પણ તે ગામમાં પહોંચતાં રાત્રી પડી. સસરાના ઘર તરફ જતાં ખેડેલા ઘરના મોટા ઉંડા પાયામાં ગબડી પડે. બહાર નીકળવા પ્રયાસ કરી રહેલ
For Private And Personal Use Only