________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માંતર તિ
૨૩૧ પ્રાપ્ત કરી છે. તથા જન્મ જરા મરણની વિડંબનાઓને ત્યાગ કરી અનંત સત્ય સુખ પ્રાપ્ત કરેલ છે. જ્યાં સુધી મૈત્રી વિગેરે ભાવનાઓ ભવાતી નથી ત્યાં સુધી અહંકાર મમતા વિગેરે જે અત્યંત દુઃખ દાયક છે. તે ખસતા નથી અને સત્ય કેવળજ્ઞાનને આવિર્ભાવ થતું નથી. અહંકારાદિ એક જ ભવના નથી પણ અનાદિકાલથી ચૂંટેલા છે. મનુષ્યની ઋદ્ધિ સમૃદ્ધિ અને શક્તિને ખાઈ બીલાડાની માફક લષ્ટ પુષ્ટ બનેલ છે. તેમને મનુષ્યના શરીર અને આત્મારૂપી ઘર મળેલ છે. સાંસારિક સાધનો દ્વારા તે નીકળી શકે એમ નથી. એને કેાઈ સમર્થ સદ્ગુરૂની સહાય લઈને અત્યંત પુરૂષાર્થ કરવામાં આવે તેજ નીકળી શકે એમ છે. બલ ફેરવ્યા વિના તેમજ સમર્થ સદૂગુરુને સહારે લીધા સિવાય તે બીલાડ નીકળશે નહી. તેણે ઘણી પાયમાલી બરબાદી કરી છે. અને જે નહી કાઢશે તે અદ્યાપિ કરશે. માટે તેનાથી રક્ષણ કરવું હોય તે અલફેરવી સહકાર લે.
એક ખેડૂતના ઘરમાં તેની પાસે ચાર, પાંચ ગાયે અને ભેંસ હતી. તેથી દુધ, દહીં અને ઘી ભરપૂર હતું. તે સઘળું કઠલામાં મુકવામાં આવતું એક દીવસ ભૂલથી તે કઠલાનું બારણું થાડું ઉઘાડેલું હોવાથી તેમાં બીલાડ પેઠે તેની ખબર ખેડૂતને રહી નહી. આ અંદર પડેલે બીલાડે હવે બહાર નીકળતે નથી. નુકશાનીની ખેડૂતને ખબર પડી. તેથી તેને કાઢવા માટે ઘણી મહેનત કરે છે પણ નીકળતે નથી. ખાવા પીવાની જ્યાં મજા પડતી હોય ત્યાં કયાંથી નીકળે ! ખેડૂતે એક સમર્થ ખેતીના કરનારની સહાય લીધી.
For Private And Personal Use Only