________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧ર
આંતર જ્યોતિ નહી. માટે વિચાર કરીને શાંત બની સર્વ ધાર્મિક કાર્યો કરે તેથી ધાર્યા કરતાં અપૂર્વ લાભ થશે ધૈર્ય–ઉદારતા-ક્ષમાનમ્રતા સરલતા અને સંતોષાદિ ગુણો આવીને નિવાસ કરશે સદ્દબુદ્ધિને ધેર્યાદિગુણે સાથે ગાઢ સંબંધ રહેશે છે. તેથી જ ગર્વિત બનેલા નૃપને ગર્વ–અભિમાન ઉતારી શકાય છે. અને સગુણ વડે વાસિત બનાવી શકાય છે. એક રાજાને પિતાની સત્તાને સંપત્તિને અને સાક્ષબને ઘણે ગર્વ હતું અને મદમાં આવી સિંહાસન પર આરૂઢ થઈને અધિકારીઓને તથા શેઠ શાહુકારાને કહેતે. કે, પ્રભુ જે ન કરે તે અમે અમારી સત્તાના આધારે કરવા સમર્થ છીએ. માટે પ્રભુ કરતાં અમે અધિક શક્તિમાન. છીએ. આ પ્રમાણે સભામાં અભિમાન પૂર્વક બેલતા નૃપને સાંભળીને એક સજજન સદ્ગુણીને બહુ લાગી આવતું.
એકદા નિર્ભય બની સમયને બરાબર પીછાનીને ધેયને ધારણ કરવા પૂર્વક અભિમાની રાજાને કહ્યું કે, મહારાજા ! તમે કહે છે તે બરાબર છે. પ્રભુની સત્તા શકિત અને અનંત સામર્થ્ય છે. એટલે તમે જે અપરાધ ગુન્હા કે ભૂલો કરે તેવી ભૂલે અપરાધે તે પ્રભુ કરી શકે નહી. અન્ય ગુન્હેગારને તમે હદ બહાર કાઢી મૂકે પણ પ્રભુની સત્તા તે સર્વવ્યાપક છે. એટલે ગુન્હેગારને તે કયા સ્થળે કાઢી મૂકે ? આ પ્રમાણે સાંભળીને નૃપને ગર્વ ગળી ગયા અને કહેવા લાગ્યું કે તે ધિરતા પૂર્વક સારી રીતે ટકેર કરી. હવે હું સમજ્યો કે પ્રભુની અનંત સત્તા અને સુખ ક્યાં? અને મારી મર્યાદાવાળી સત્તા અને સાહાબી કયાં? અત્યારસુધી ગર્વમાં
For Private And Personal Use Only