________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંતર તિ નુકશાની આવે તે પણ સહારો મદદ કરનાશ મળી આવે છે. અને પેઢી તરતી રહે છે. બનવા જોગ છે કે જથ્થાબંધ વ્યાપારમાં સમુદ્રની માફક ભરતી ઓટ આવ્યા કરે પણ જે વચનભંગ થતા નથી તેઓને ભાગ્યદયે ભરતી થાય. અને નૌકાની માફક તે પેઢી તરતી રહે. માટે નુકશાનીના પ્રસંગે પણ વચનભંગ કર નહી આ પ્રમાણે વ્રતધારી સાધુ-સાધ્વી શ્રાવક-શ્રાવિકાએ વ્રત નિયમને ગ્રહણ કરતાં કરેલી પ્રતિજ્ઞાને, પાળવી જોઈએ ભલે પછી પ્રાણે જવાનું જોખમ આવી લાગે તે પણ તેને ભંગ કરવું જોઈએ નહીં. પ્રતિજ્ઞા પૂર્વક લીધેલા વતનિયમને ભંગ કરનારને ઘણું વિપત્તિ આવી લાગે છે. અને પુણ્ય વિહીન બની દુઃખે ભેગવવા પડે છે તે વખતે શકય સહાય મળતી નથી. અને વ્રત નિયમનાં દઢ રહેનારને પુણ્ય પ્રભાવે સહારે મળતું રહે છે. જો કે તેઓને વિપત્તિ પ્રાયઃ આવતી નથી. અને આવી હોય તે નિર્ભયતાથી સહન કરવાની શક્તિ જાગેલી હયાથી તેનું જોર ચાલતું નથી. માટે પ્રતિજ્ઞા પાલનમાં ઘણે લાભ જાણી દૃઢતાને ધારણ કરવી જોઈએ. ૮૯ સંસારી પ્રાણુઓએ સ્વયિાઓને આધારે સુખદાયક અને દુઃખદાયી કર્મો સર્યો તેથી જ તેના વિપાકે સુખ-દુઃખ ભંગ છે. સુખને જોગવટો કરતાં ગર્વ ગુમાન ધારણ કરશે નહી તે સુખશાતાને માણુ શકશે નહીતર સુખને ભેગવતાં અનેક વિને
આવી હાજર થશે.
For Private And Personal Use Only