________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જ્યોતિ
- ૧૧ જરૂર છે. જે બુદ્ધિ ન હોય તે દરેક કાર્યો સારી રીતે બની શકતાં નથી અને સફલતા ધારણ કરી શકાતી નથી, બુદ્ધિ બલથી ગમે તેવી વ્યાવહારિક કાર્યોમાં ગુંચવણ પડી હેય. તે પણ સુગમતાએ તે ઉકેલી શકાય છે અને ધાર્મિક કાર્યોમાં સફલતા મેળવી શકાય છે. .
એક બુદ્ધિમાન માણસ કેઈ એક ગામ તરફ જતે હતે માર્ગમાં આંબાવાડીયું આવ્યું. એક આંબા ઉપર મનેહર કેરીઓ જુકી રહેલ હતી. તેથી કેરીઓ ખાવાનું મન થયું. પણ આંબાનું વૃક્ષ ઘણું ઉંચું હતું. તેથી કેરીઓને લઈ શકાય એમ નહતી. તેથી તેણે કેરીઓનું ભક્ષણ કરતા. વાંદરાને બેત્રણ પથરાઓ માર્યા. તે પથરા તેઓ ચૂકાવીને ઘણ રસ સાથે કેરીઓ પિતાના હાથમાં હતી તે લઈને પથરા મારનારને મારવા માંડી. આ પ્રમાણે માણસ પથરાઓ મારે છે. અને વાંદરા કેરીઓ મારે છે. આ પ્રમાણે દશ બાર કેરીઓ લઈ માણસ ચાલતે થાય છે. નિમિત્ત સારાં હોય તે યથેચ્છ. લાભ થાય છે અને ખરાબ હોય તે લાભને બદલે નુકશાન થઈ બેસે છે. ૪ વિચારપૂર્વક વિવેક કરવાથી બુદ્ધિબલમાં વધારે થતાં આધિવ્યાધિ અને ઉપાધિઓ ટળી જાય છે. અને સહનતા વિગેરે ગુણે આવીને વસે છે. માટે લાભ કરનાર વિચારીને કરવા. ખરાબ વિચારેની સામે શુભ વિચારે કરીને ખરાબ વિચારોને હઠાવવાની ટેવ પાડવી તે જરૂરની છે. વિચારકેને એવા નિમિત્તે મળતાં ખરાબ વિચારો આવે છે. પણ તેઓ, તેઓના સામેના શુભ વિચારે ઉપસ્થિત કરીને
For Private And Personal Use Only