________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૫
આંતર તિ જે માનવે વિનયાદિકને ધારણ કરતા નથી તેને જે વિરોધી હેય નહી તે પણ વિરોધી બને છે. અને અંટસ રાખીને કોઈ પ્રસંગે જોખમમાં ઉતારે છે. પ્રતિકુલતા ધારણ કરીને નુકશાની કરી બેસે છે. એટલે જે ધનાદિક હોય છે. તેને ગુમાવવાનો વખત આવી લાગે છે. તથા વિષય કષાયના આધારે ઉત્પન્ન થએલી અદેખાઈ પણ ખસતી નથી. તેથી જીવન પર્યત શાંતિ રહેતી નથી. તે પછી આમન્નતિ ક્યાંથી સધાય, માટે કઈ ક્રોધાતુર બની જેમ તેમ બોલે તે પણ વિનય વિવેકને ધારણ કરે પણ ભૂલ નહી. એકદમ તેના સામે થવું નહી. એકદમ તેના સામે બોલવું નહી. આ શાંતિને પ્રાપ્ત કરવાનું સત્ય સાધન છે. ૭૪ અન્ય ગરીબનું છીનવી–પડાવી લેવાની અભિલાષાવાળા અને પડાવી-છીનત્રી લેનારનું પરિણામે ભલું થતું નથી. આ ભવમાં કે પર -ભવમાં અત્યંત દુ:ખદાયક સ્થિતિ આવી મળે છે.
અન્ય ગરીબ ઉપર ઉપકાર કરે તે દૂર રહે પણ અપકાર કરે તે તે અધમનું કાર્ય છે. કદાચ પુણ્યદયે આ ભવમાં બીજાનું પડાવી લઈ મોજ મજા-લહેર મા પણ તે કરેલા અપકારની ભયંકરતા ગઈ નથી બીજા ભવમાં વ્યાજ સાથે તેને બદલે લેવા હાજર થાય છે. એક જાગીદારની પાસે જમીન ઘણી હતી તથા બાગ બગીચામાંથી ‘ઘણું ઉત્પન્ન થતું. છતાં બાગની પાસે રહેલી એક બાઈની જમીનને ખૂટ, પથ્થરને કકડો ઉખેડી નાંખી ચાર-પાંચ કર જમીન પડાવી લીધી. ગરીબ બાઈએ કહ્યું અરે ભાઈ!
For Private And Personal Use Only