________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૪
આ. કીર્તિસાગરસૂરિ ચિત ગયા નહી. અને માતપિતાને વિનય પૂર્વક પાયે લાગી તેમની પ્રદક્ષિણા ત્રણવાર કરી. તેથી અધિક ખુશી થઈને તે અમૃતફલ ગણપતિને અર્પણ કર્યું સ્કંધ, સારી પૃથ્વીની પ્રદક્ષિણ તથા તીર્થોની યાત્રા કરીને આવ્યા. અને ફલની માગ કરી પાર્વતીએ કહ્યું કે તારા પહેલા ગણપતિ આવ્યા. તેથી તેને ફિલ આપ્યું છે. તેણે કહ્યું કે મોટાભાઈને બેસી રહ્યા છે. ગયા નથી. પાર્વતીજીએ કહ્યું કે તેણે વિનય પૂર્વક પાયે લાગી અમારી પ્રદક્ષિણા કરી છે. માતાપિતાને વિનય સહિત પગે લાગી ત્રણ વાર જે વિનયશાલી પ્રદક્ષિણ કરે છે તેમાં પૃથ્વીની તથા તીર્થની પ્રદક્ષિણા સમાય છે, તે ફકત ફલની અભિલાવાએ વિનય તથા પાયે લાગ્યા વિના પૃથ્વી વિગેરેની પ્રદક્ષિણા કરી પણ વિનય કરે જોઈએ તે કર્યો નહીં. અને ગણપતિએ કર્યો તેથી જ ફલ તેને આપવામાં આવેલ છે. માટે પ્રથમ વિનયાદિ ગુણેને શીખવા જોઈએ. ફલ તે તેની પાછળ જરૂર મળે છે. પરમ પ્રભુ તીર્થકર ભગવાને શ્રીઉત્તરાધ્યયન સૂત્રમાં વિનયધર્મને પ્રથમ ઉપદેશ આપે છે. કે સર્વ ગુણેમાં વિનયગુણની પ્રધાનતા છે. વિનય વિના ગુણે આવી શકતા નથી. તેમજ શોભાસ્પદ બનતા નથી. માટે અહંકાર–અદેખાઈને ત્યાગ કરીને વિનયમાં તત્પર થાઓ. તમેને અનુભવ પણ છે કે વિનયશાલી પુત્રાદિક અને શિષ્ય વિગેરે ધનાદિક તથા જ્ઞાનાદિકને પ્રાપ્ત કરવા ભાગ્યશાલી બને છે. પણ જે અકકડને અભિમાની હોય છે તેને મળતું નથી. અરે વિનચારિત કરવાથી વિરોધી કે જે વૈરી છે તે પણ વેર વિરાધાફિકને ત્યાગ કરી શાંતિ પકડે છે. અને મિત્રાચારિ રાખે છે
For Private And Personal Use Only