________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર તિ
૧૮૩ રાતા નથી અને નિર્ભય બની ઈષ્ટદેવનું ધ્યાન ધરે છે તેઓ લૂંટાતા નથી. અને સદ્ગતિને પામી સુખ સામગ્રીના સ્વામી બને છે.
ગુણવાન પુત્ર પ્રથમ માતપિતાને વિનય કરવા પૂર્વક દરરોજ પગે લાગી આશીવાદ મેળવે છે તેથી પાઠશાળામાં નિશાળમાં જતાં શિક્ષકને વિનય કરવા સમર્થ બને છે તે જ બાળક જ્યારે દેરાસર-જિનમંદિરે જાય ત્યારે તથા સદ્દગુરૂ પાસે જાય ત્યારે રીતસર વિનય કરી સકે છે. આ પ્રમાણે માતપિતાને શિક્ષકને તથા દેવગુરૂને વિનય કરતાં તેનામાં એટલે બાળકમાં વિવેકાદિ ગુણેનો નિવાસ થાય છે. વિવેકાદિ ગુણેના આધારે આત્મોન્નતિમાં તે આગળ વધે છે. માટે આત્મવિકાસના અથીઓએ મોટા થએલ હોય તે પણ વિનયાદિ ગુણેને ભૂલવા જોઈએ નહીં. કે જેથી વ્યાવહારિક કાર્યોમાં વિષય કષાયાદિકના વિચાર અને વિકારે અધિક પ્રમાણમાં જોર પકડે નહીં. અને વ્યવહારમાં મલીનતા આવે નહી માટે વિનયની જરૂર છે એક એવી કથા સંભળાય છે. કે શંકર-પાર્વતીની પાસે તેમના પુત્ર ગણપતિ અને સ્કંધ કાર્તિકેય બેઠેલા છે, તે અરસામાં કઈ એક ભકતે અમરફલ ભેટ તરીકે મૂકયું ગણપતિએ અને બીજા પુત્ર, સ્કંધે તે અમૃતફલની માગણી કરી. ત્યારે પાર્વતીજીએ કહ્યું કે જે પુત્ર પૃથ્વીની પ્રદિક્ષણ પૂર્વક અડસઠ તીર્થોની યાત્રા કરી આવે તેને આ ફલ આપવામાં આવશે. કાર્તિકેય જે પુત્ર હતો તે માતપિતાને વિનય–પગે લાગ્યા સિવાય પૃથ્વીની પ્રદક્ષિણા કરવા નિક. ત્યારે વિનયશાલી ગણપતિ પ્રદક્ષિણા કરવા
For Private And Personal Use Only