________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૬
આ. કીતસાગરસુરિ રચિત છુપાવવા બેટી સાક્ષીઓ પણુ ઉપસ્થિત કરે છે, પરંતુ જ્યારે તેઓને બુદ્ધિમાન ન્યાયાધીશ બુદ્ધિના બલથી પકડી પાડે છે. ત્યારે વિલખા બની નીચું મુખ રાખી કરેલા અપરાધ કરેલી ચેરીને બીન ઉપાયે એકરાર કરે છે. અને શિક્ષા પાત્ર બને છે. ત્યારે સમક્તિ સાથે વ્રત નિયમાદિકને ધારણ કરનાર કે દાતા દાન આપે તે પણ ગ્રહણ કરના નથી. કદાચિત ઘણે આગ્રહ કરીને કેઈૌસા વિગેરે આપે છે. તે જાત મહેનત પૂર્વક પસીને ઉતારીને આપે છે કે ગમે ત્યાંથી લાવીને આપે છે દાતા કહે કે જાત મહેનત કરી મેળવેલ ધનાદિકનું દાન-ભક્તિ કરૂ છું તે લે અન્યથા કઇ સેનામહારને અર્પણ કરે તે પણ તેની સામે જોતું નથી. આવા ભાગ્યશાલીએ સ્વરૂપનું કલ્યાણ સાધીને સદ્ગતિની સાથે અનુકરણીય બની પ્રશંસા બને છે.
એક ગામમાં ઈન્દ્ર અને ઓઘડ નામે બે મિત્રો હતા. વ્રત નિયમાદિનું પાલન કરતાં યાત્રા કરવાની ઈન્દ્રને અભિલાષા થઈ, ઓઘડને સ્વેચછા જણાવીને શુભ દિવસે પ્રયાણું કર્યું. ઓઘડ એક ગાઉ સુધી વળાવા ગયે. ગમનની વેલાયે ઓઘડે કહ્યું કે ઘરની ચિન્તા રાખીશ નહી. અને પાસે દર દાગીનાનું જોખમ રાખીશ નહી. આ પ્રમાણે મિત્રનું કથન સાંભળી ઈન્ડે કહ્યું કે મારા પાસે પાંચસાતસેના દાગીના છે તે તને આપું છું. તે સાચવી રાખજે. યાત્રા કરીને આવીશ ત્યારે માગી લઈશ. લાવ! ત્યારે એમ કહીને તેના દાગીના લઈને ઓઘડ પિતાને ઘેર આવ્યા. અને ઈન્દ્ર તીર્થ યાત્રા કરવા નીકળે. નિબંધ-ખેદ રહિત આનંદ પૂર્વક તીર્થયાત્રા કરીને
For Private And Personal Use Only