________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જ્યોતિ નાને વાછરડા લઈ લોભી પટેલ સરદાર પાસે આવ્યા. સરદાર આ લેભીને સારી રીતે ઓળખે છે કે મહેરે આપ્યાની વાત સાંભળી આ ભાઈ પણ અધિક લેવાની લાલચે આવેલ છે. આ લોભી પટેલે સરદારને કહ્યું કે આ વાછરડા ભેટ તરીકે સ્વીકારી મારા ઉપર મહેરબાની કરે સરદારે ના કહ્યું છતાં, કરગરીને કહેવા લાગ્યો મારા ગરીબની આટલી ભેટ અવશ્ય સ્વીકારે તે મને બહુ આનંદ થાય. સરદારે તેના સેના મહેરો લેવાના વિચારે જાણી લીધા. અને દેખાદેખીથી અધિક ધન મળવાની અભિલાષાએ આવેલ છે, અને વાછડાની ભેટ ધરીશ તે પેલા પટેલ કરતાં વધારે સોના મહાર આપશે આમ ધારી સાધન સંપન અને ધનાઢય હોવા છતાં પણ લેભની ખાતરી આવ્યા છે. આમ વિચારીને કહ્યું કે તમારી ઘણું આજીજી છે તે તમારી ભાવના મુજબ ભેટ આપવી જોઈએ. આમ કહીને જે નિસ્પૃહ પટેલે રીંગણું પ્રેમ સહિત આપ્યા હતા તે આ લેમીને આપ્યા અને કહ્યું કે ભેટના બદલે રીંગણા લઈને સ્વગૃહે જાઓ લેભી જંખવાણે થયે. કાંઈ પણ બોલ્યા વિના પિતાને ઘેર આવ્યું. આ પ્રમાણે કઈ પણ સ્પૃહા સિવાય ભક્તિ સેવા કરનારને ઈચ્છા કરતાં અધિક પ્રાપ્ત થાય છે અને સાંસારિક પદાર્થોની સ્પૃહા રાખીને સેવા ભક્તિ પૂર્વક ભેટ ધરનારને રીંગણું જેવી મામુલી ચીજ મળે છે. દુન્યવી પદાર્થોની ઈચ્છા–આશાતૃષ્ણા રાખીને પ્રભુની ભક્તિ-વિગેરે કરનારને દુન્યવી તુચ્છક્ષણ વિનાશી વસ્તુઓ મળે ત્યારે નિસ્પૃહ ભાગ્યશાલીને એવી વસ્તુઓ પ્રાપ્ત થાય કે આધિ-વ્યાધિ-વિડંબનાદિક
For Private And Personal Use Only