________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧ર
આ. કીર્તિ સાગરસરિ રચિત સુનિમહારાજને તથા શ્રી મહાવીર સ્વામીને દાનમાં ફક્ત ખીર વહોરાવી તથા અડદના બાકળા વહરાવ્યા હતા. પણ તે દાન આશંસા રહિત હતું તેથી તેમને આત્મવિકાસ થયે અને સાથે સાથે તેની પાછળ અદ્ધિ-સમૃદ્ધિ આવી મલી તથા ચંદન બાલા મેક્ષપદે ગયા તે પ્રભાવ નિષ્કામ દાનને છે. દેવાનું દાન શુદ્ધ નિર્દોષ હતું અને અ૫ કિંમતનું હતું છતાં સદભાવના અધિકહેવાથી અનન્ય લાભદાયક બન્યું. આબરૂ પ્રશંસા–મહત્તા ખાતર દીધેલું દાન આત્મ શકિતને પ્રાદુર્ભાવ કરવામાં સમર્થ બનતું નથી. ભલે પછી કીંમતી દાન હોય પણ અહંકાર-મમતાને ખસેડી શકતું નથી તથા દાન લેનાર જે પાત્ર મળે તે આ ભવની ભાવઠ ભાગે ચિત્તમાં શાંતિ થાય. અને પુણ્યાનુબંધી પુણ્ય બંધાય એટલે મુધા દાયી અને મુધા જીવી મળવા જોઈએઆવા ભાવ આવા પાત્રે મળે તે સોનું અને સુગંધીવાળું આ મેળાપ પણ ભાગ્યેાથે મળે છે.
દાન લેનારે પણ ગષણ કરવી જોઈએ કે આ દાન દેનારનું દ્રવ્ય નિર્દોષ છે કે સદેવી છે. ન્યાયથી મેળવેલ છે કે જેમ તેમ અન્યાય કરીને. આ મુજબ ગષણા કરનાર જે નિર્દોષ દ્રવ્ય હેતે બુદ્ધિમાં નિર્મલતા આવે છે અને તે કાયમ રહે. અને તેમાં વધારે થાય નહીતર જેવું તેવું લીધેલ હોય તે વિચારમાં વિકાર થયા સિવાય રહે નહી. અને થએલ વિકાર મનુષ્યને પશુતામાં સ્થાપન કરે. માટે દાન લેનાર પણ દ્રવ્યની ગવેષણ કરવાની આવશ્યક્તા જાણવી જોઈએ. ભલે પછી મુનિમહારાજ હોય કે સાધર્મિક બંધુ હોય. ગવેષણ
For Private And Personal Use Only