________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૬
આ. કીર્તિસાગરસૂરિ રચિત બહાદુરી બતાવતા કહેવા લાગ્યા કે અમે રમતાં રમતાં જંગલમાં રહેલી ગુફામાં ગયા. તેની રમણીયતાને દેખી અમો અહે બોલ્યા ત્યારે તે ગુફામાં રહેલો એક લુચ્ચે અમારા ચાળા પાડવા લાગ્યા. અમે તેને ગાળો ભાંડી તપાસ કરતાં ગુફામાં કે જંગલમાં દેખાય નહી. અને અમારી ભીતિથી નાશી ગયે. માતાપિતાએ કહ્યું કે તે તે તમારા બેલેલા ચડઘા હોવા જોઈએ. તમે જે પ્રમાણે બોલ્યા તેવા પડઘા પડ્યા, આ ઉપરથી સમજવું કે, જેવું તમો બેલશે તેવું તમે સાંભળશે.
માણસને ભૌતિક સુખે તથા અધ્યાત્મના સત્ય સુખને મેળવવાની ઈચ્છા તે હેાય છે. પરંતુ તેઓના સાધનમાં કષ્ટ પડતું દેખી પાછા પડે છે. અને કહે છે કે આતે અમારાથી બની શકશે નહી. તેમાં બહુ કષ્ટ પડે છે. શેઠ સાહેબના કહા પ્રમાણે ઉભા રહેવું પડે. વાંકા પડવું પડે. દરેક સ્થલે પરિ જમણ કરવું પડે તેથી બહુ કષ્ટ પડે છે. આમ કહેનારને કઈ સજજન કહે કે કષ્ટ સહન કર્યા સિવાય કોઈ પ્રકારને લાભ થયે જાણે છે. જાણે હોય તે કહે. ધાર્મિક ક્રિયામાં સંયમની આરાધના કરનાર સંયમી મહાભાગ્યશાલીઓને પણ આત્મિક સત્ય સુખના લાભ માટે વિવિધ કષ્ટ સહન કરવા પડે છે. લે-પાદવિહાર ભૂમિથ્યા તાપાદિકનું સહન કરવું પડે છે. તે પછી ભૌતિક લાભ માટે સહન કરવું પડે તેમાં શી નવાઈ? ઈષ્ટ સહન કર્યા સિવાય મલીન થએલ વસ્ત્રો પણ સ્વચ્છ થતાં નથી. અને પૈસા વિગેરેને લાભ થતું નથી. માટે આવા દડાં મૂકી આળસ પ્રમાદાદિકને ત્યાગ કરી
For Private And Personal Use Only