________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંતર તિ
૧૪૧ પડેલા સંસ્કાર સ્થાયી હોઈ બીજા ભવેમાં પણ સાથે આવે છે અને આત્મ વિકાસમાં વધારો કરે છે ધનાદિકના આકર્ષોથી પડેલા સંસ્કારો આત્મ વિકાસમાં વિવિધ વિને ઉપસ્થિત કરી કષાયના વિચારો અને વિકારોમાં વધારો કરતા હોવાથી અનેકભવમાં પરિભ્રમણ કરવામાં નિમિત્ત રૂપ બને છે. માટે રૂપ-૨મા-દામાદિકના આકર્ષણનું નિયંત્રણ કરીને ભક્તિ સ્તુતિ પૂર્વક જીનેશ્વર દેવ અને ગુરૂમહારાજની આજ્ઞામાં રંગાવું તે હિતકર અને શ્રેયસકર છે દેવ-ગુરૂની સ્તુતિ-ભક્તિ કરે પણ જે આજ્ઞા માને નહી તે યથાર્થ ફલ મળતું નથી તેથી આજ્ઞાની પ્રધાનતા છે માટે આજ્ઞાના પાલન પૂર્વક સ્તુતિ ભક્તિ કરવાની આવશ્યકતા છે. શ્રાવકે-કે સાધુઓ દેવગુરૂની આજ્ઞા પાલનની સાથે સ્તુતિ ભક્તિ કરે છે તેઓના ઉપર ગુરૂઓ અધિક પ્રેમ રાખે છે તે જ પ્રેમ અથવા આકર્ષણ હોય છે તે પક્ષપાત કહેવાય નહી. કેટલાક કહે છે દેવગુરૂઓને પક્ષપાત છે અને ઈષ્ટ વસ્તુઓ અર્પણ કરતા નથી. અને બીજાઓ જે છે તેઓને ઈષ્ટ વસ્તુઓ આપે છે માટે તેઓ પક્ષ કરે છે પણ તેઓ વિચાર-વિવેક કરીને જાતે તપાસ કરે તે તેને ભાન થાય કે સ્તુતિ. ભક્તિ પૂર્વક તે દેવ ગુરૂઓએ કહેલી આજ્ઞાનું કેટલું પાલન કરું? પણ તેઓને પક્ષપાતની ધુન લાગેલી હોવાથી વિચાર સાથે વિવેક કરવાનું કયાંથી સુઝે! દેવગુરૂઓને તા શ્રાવક અને સાધુઓમાં પક્ષપાત હેત નથી પણ આજ્ઞાપાલકના ઉપર પ્રેમ આકર્ષણ હોય છે. માટે આજ્ઞાપાલનની પણ જરૂર છે.
For Private And Personal Use Only