________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૮
આ. કીર્તિસાગરસૂરિ રચિત બેત્રણ દિવસ જવાનું બંધ રાખે પણ આ માને કયાંથી ? ભલે પૂર આવ્યું. મને તરતાં આવડે છે.
મારા માતાપિતા માંદા પડેલ હોવાથી ગયા વિના ચાલશે નહી આમ કહી ચાલવા માંડયું. શેઠે કહ્યું કે માસ્તાને અગર મુનીમજીને સાથે લેતી જા.” “નાના તેએાનું કામ નથી. એકલી જ જવાની, અવલ ચડે સ્વભાવ તે હતું કે જે શેઠ કહે તે કરવું નહીં. અને કહે નહી તે કરવું. આ વિચિત્ર સ્વભાવ હોવાથી કેઈને પણ સાથે લીધા વિના પિયર જવા નીકળી. સગા સંબંધીએ પણ કહ્યું કે નદીએ ઘોડાપુર આવેલ છે તેથી ખરેખર તરનાર હેય તે પણ તરી શકે નહી. માટે પૂર ઉતર્યા પછી જવું તે હિતકર છે, અભિમાની અજોની શિખામણ હિતકર હોય તે પણ માને નહી. અને મદમાં ને મદમાં મગ્ન બનેલ હોવાથી વિવિધ વિડંબનાઓમાં આવી ફસાય છે એવી વિડંબનાઓમાં ફસાય કે તેવા અવસરે સહકાર-સહાય કરનાર કેઈ પણ હાય નહી. ભલે પછી પિકાર કરવા પડે આ સ્ત્રીએ કઈ સગા સંબંધીની શિખામણ માની નહી. અને નદીમાં તરવા લાગી. પૂરનું જોર વધારે હેવાથી થાકી ગઈ, અફસ કરવા લાગી. હવે હાથ પગનું બલ ઓછું થએલ છે અને પૂર ઉપરા ઉપરી આવે છે. હવે મારૂં થશે શું? સહાય માગવાની ઈચ્છા થઈ પણ તે વખતે તેના પિકાર પણ કેઈ સાંભળી શકે એમ નહતું. મુખમાં ભરી ગએલા નદીના પાણીએ તેણીને ડુબાડી. મરણ પમાડી. માતપિતાને મળી શકી નહી. નદીની મધ્યમાં મરણ શરણું થઈ. માટે
For Private And Personal Use Only