________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ, કીતિ સાગરસૂરિ રચિત કારણ કે જગતમાં રહેલા સર્વજી, આપણા મિત્ર બનેલ છે અને બને છે અને બનશે. તેના વિના આપણે આગળ વધ્યા નથી. પૃથ્વી પાણ વિગેરે પણ આપણને સહકાર આપી રહેલ છે તે પછી તેઓનું અહિત કેમ ચિન્તવાય? તમે, જેને શત્રુ–પ્રતિકુલ માની બેઠા છે તેઓએ પણ તમને મદદ કરી છે અને મદદ કરી રહેલા છે કિંમતી વસ્તુઓ–સુવર્ણ વિગેરેની કિંમત જાણવા માટે કસેટીની જરૂર છે તે મુજબ પ્રતિકુલ વર્ગ, આપણે કષ કાઢી ઉજવલ બનાવે છે તેથી તેનું પણ અહિત ચિત્તવવું નહી. તેઓનું પણ અહિત ચિત્તવવામાં આપણે પિતાનું અહિત કરીએ છીએ માટે દેહના ભેગે પણ અહિત ચિન્તવવું નહી. તેમજ અહિત કરવા પ્રયાસ પણ કરે નહી તેથી જ આપણે દરેકનું હિત કલ્યાણ ઈચ્છીએ. કલ્યાણ ઈચ્છીએ માટે દરેકનું હિત કલ્યાણને ઈઓ અન્યજનનું અહિત ઈચ્છનારની તેમજ અહિત કરનારની દશા બુરી થાય છે અને નહી ધારેલ નુકશાન આવી પડે છે.
એક પટેલની માફક-પટેલે મહામહેનત કરી ભૂમિને ખેડી અનાજ વાવેલ છે. મોલ તૈયાર થવા આવ્યા તેવામાં ઉંદરે પડ્યા. અને તૈયાર થએલ મેલને ખાવા લાગ્યા. તેઓને મારી નાંખવા સોમલ-ઝેર નાંખી જાર બાજરીની રાબ બનાવી, તેનું ભેજન ખેતરે મૂકયું. ઉંદર ખાવાની લાલચે આવીને ખાવા લાગ્યા. ખાધ્યા પછી સર્વે ઉંદરો મરણ પામ્યા. પટેલ ખુશી થઈને વધેલી રાબનું પાત્ર ખેતરની બહાર મૂકયું. તેવામાં તેનાજ બે બળદે ચરતાં
For Private And Personal Use Only