________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાખવા અગર કડવાશના વચને ફેંકવા તેમાં બમણી હાનિ રહેલી છે. એક તે બીજાએ કરેલી હાનિને સુધારી શકવાને વખત મળતું નથી અને બીજાઓને તિરસ્કારાદિક કરવાથી હાનિ થતી રહે છે, માટે સહન કરીને વિરોધાદિક ન કરતાં પિતાની થએલ હાનિને સુધારી લેવી તે હિતકર અને શ્રેયસ્કર છે.
વેરને બદલે વાળવાની આપણી તાકાત નથી. કર્મસત્તા જ હાનિ કરનારની બરાબર ખબર લઈ શકવા સમર્થ છે.
જ્યાં કર્મસત્તા સજા કરવાને સમર્થ હોય ત્યાં આપણે નાહક માથું મારવું તે વૃથા છે.
૪૬. કર્મસત્તા જ દરેક પ્રાણુઓની બરાબર ખબર લે છે. ભલે પછી રંક હોય કે શંકર હેય. દીન હોય કે દાનવ હોય. શેઠ હોય કે સેદાગર હોય. અરે સમગ્ર જગત કર્મ સત્તાને આધીન છે. આપણે કોણ? બદલે લેનાર વેરને બદલે લે હોય તે ક્રોધાદિક કષાય ઉપર બરાબર લે કે જેથી તેઓની શકિત નાશ પામે અને આત્મા સ્વતંત્ર બને; કષાય અને વિષયના વિકારો તમને વિવિધ ફંદામાં ફસાવે છે અને કરેલ કાર્યોમાં ધૂળ નાખે છેતેઓને નાશ કરશે ત્યારે જ તમને કોઈ પ્રકારની હાનિ કે નુકશાન થશે નહી. અને કઈ પણ પ્રાણ નુકશાન કરવાને, હાનિ કરવાને સમર્થ બનશે નહી; માટે બુદ્ધિ હેય તે બરાબર વિચાર કરીને સત્ય તત્વને સમજે. કેઈના ઉપર વેર-વિરોધાદિક રાખે નહીં.
૪૭. આપણુ અનતરાત્મામાં એટલી બધી ગુસ શકિતઓ રહેલી છે કે તેઓનું વર્ણન આપણે કરી શકીએ
For Private And Personal Use Only