________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નહીં; આ શક્તિઓને જે આવિભૉવ કરવામાં આવે તે, મહાનમાં મહાન કાર્યો પાર પડે-અને આપણે ઉત્તમોત્તમ કથાને આરૂઢ થઈએ. જ્યાં સુધી આપણી શક્તિને પ્રાદુર્ભાવ થશે નહીં ત્યાં સુધી આપણા સર્વ કાર્યો અધૂરાં રહેવાના જ માટે અહંકારમમત્વ-ઈષ્ય-રાગ-દ્વેષને ત્યાગ કરીને અન્તરાત્માની ગુપ્ત રહેલી શક્તિને આવિર્ભાવ કરવા અતિશય બલને કુરાયમાન કરે.
જે માણસો બહુ આશાવાળા હોય છે અને પિતાનું સાધ્ય પ્રાપ્ત કરવાના નિશ્ચયવાળા હોય છે, તેના માર્ગમાં ગમે તેવા વિડ્યો આવે તે પણ તે વિઘોને હઠાવી આગળ વધતા રહે છે, તે બળવાન માણસની આગળ આવેલા વિશેનું જોર ચાલી શકતું નથી.
આપણે જે વસ્તુઓની આશા રાખીએ છીએ તે વસ્તુઓ ક્ષણવિનાશી છે કે શાશ્વતી છે ? તેને ખ્યાલ કરીને આગળ પગલું ભરવું. ક્ષણભંગુર વસ્તુઓ ખાતર શ્રદ્ધા રાખીને મહામહેનત કરશે તે પણ કાયમ રહી શકશે જ નહી; માટે શ્રદ્ધા, જ્ઞાન, મહેનત અને વિચારે, નિત્ય વસ્તુઓને પ્રાપ્ત કરવા માટે કરવાં જોઈએ કે જેથી શ્રદ્ધા, જ્ઞાન વિગેરે સફલ થાય અને વખત વૃથા જાય નહી.
કેટલાક મનુષ્ય અનિત્ય પદાર્થોને નિત્ય માનીને તેઓની ખાતર જીવન પર્યત પિતાની શક્તિઓને વૃથા વેડફી નાખે છે એટલે નિત્ય વસ્તુઓને મેળવવાની તાકાત ગુમાવી બેસે છે.
૪૮. શારીરિક અને માનસિક આરોગ્યને આધાર જણે ભાગે સદ્વિચાર અને વિવેક ઉપર રહેલે છે તે ઘણા
For Private And Personal Use Only