________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંકુશમાં રાખી શકતા નથી ત્યારે તે ઈિ મહત્વનું ધામ કરી શકવા સમર્થ બનતું નથી, પણ મહત્વના કાર્યો, માનસિક વૃત્તિઓને અંકુશમાં રાખવાથી બની શકે છે, દરેક વ્યવહારિક કાર્યો તથા આધ્યાત્મિક કાર્યો, માનસિક વૃત્તિઓને કબજે કરવાથી સફલતાને ધારણ કરે છે.
આત્મસંયમ સિવાય અન્ય શિક્ષણ લગભગ નિષ્ફળ બને છે. ઉચ્ચ મહત્વાકાંક્ષા, અસાધારણ શક્તિ અને મહાન પાંડિત્ય ધરાવનાર ઘણા માણસોને, આત્મસંયમની શૂન્યતાએ માનસિક વૃત્તિઓને કબજે નહી રાખવાથી પ્રાયઃ પાયમાલ કરી નાંખ્યા છે.
ક્રોધાતુર બની બીજાઓને પાયમાલ કરતાં પોતે જાતે જ પાયમાલ થએલ છે તે આપણે સાક્ષાત્ દેખીએ છીએ. કારાગૃહમાં પૂરાએલા કેદીઓને પૂછે, કે તમેએ આત્મસંયમને ગુમાવીનેન્ક્રોધાદિકના આવેશમાં ઘણું પ્રાણુઓને પીડાઓ ઉત્પન્ન કરીને-ઘાતકી રીતે ગોળી મારીને તમે કેટલે લાભ ઉઠાવ્યું? તમારા મનને કેવી સુખશાતા રહી; કે સંતોષ અનુભવ્યો?
જ્યારે આત્મસંયમ ગુમાવવામાં આવે છે, ત્યારે જ ક્રોધાદિના વિકારે જોર પકડે છે.
૪૩. મનની શુભ વૃત્તિઓથી મહત્તા-સ્વયમેવ આવીને ઉપસ્થિત થાય છે તેમજ વિચારો અને આચારોની ઉગ્રતા, મહાઔષધિઓથી ન રૂઝાય એવા ઘાને રૂઝવે છે તેમજ મહા. કહેશરૂપ મહાયુદ્ધોના ઘાને પણ રૂઝવી નાંખે છે. દરેક કાર્યોની સફળતા આપનાર-સંપૂર્ણ કરનાર આચાર-વિચારની શુદ્ધતા છે. ઉરચતા, મહત્તાને લાવી મૂકે છે.
For Private And Personal Use Only