________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અભિપ્રા પર લય રાખશે તે તમારાથી ધારેલાં કાર્યો બની શકશે નહી. તમારી જાત પર શ્રદ્ધા રાખશે.
આત્મશ્રદ્ધા સર્વ સત્કાર્યોનું મૂલ છે ” આધાર છે. શ્રદ્ધા આધારે જ સત્કાર્યો બની શકે છે. શ્રદ્ધાવિહીન બળવાન હોય તે પણ પાછા પડે છે.
જેમનામાં મહાન શ્રદ્ધા-આત્મશ્રદ્ધા હતી, તેઓ પિતાના હાથ ધરેલાં કાર્યો કરવાની પિતાની શક્તિ વિષે અડગ શ્રદ્ધા ધરાવતાં હતાં. એવા જ મહાશાએ, સત્કાર્યોને સંપૂર્ણ કરીને સવારને ઉદ્ધાર કરેલ છે અને સત્તા-શક્તિ-સંપત્તિને તેઓએ જ સફલ કરી છે. તમે પણ આત્મશ્રદ્ધા રાખશે તે સત્કાર્યોને સંપૂર્ણ કરીને સત્તા-સંપત્તિ વિગેરેને સફલ કરશે.
જગતમાં ઘણાં લોકોના મનમાં આમ કસી ગએલ હોય છે કે અમારામાં સત્કાર્યોને કરવાની શક્તિ નથી. અમારા ભાગ્યમાં કર્મ-નિર્જરા માટે ધાર્મિક ક્રિયાઓ કરવાની તાકાત નથી, તેથી અમારાથી તે સત્કાર કરી શકાશે નહીં. આમ ધારીને તે આગળ વધી શકતા નથી. અને પિતાનામાં જ રહેલી અનંત શક્તિની ઓળખાણ કરવામાં બેનસીબ રહે છે. આવા વિચારવાળાઓ પોતાની જાતને પણ ઉદ્ધાર કરી શકતા નથી. પોતાના આત્માને–પિતાની જાતને હલકી ગણવાથી–શૂન્યવત્ પિતાની હલકી સ્થિતિ થાય છે, એને કેટલાક અજ્ઞજને જાણતા નથી. તેથી પિતાના આત્મા અને આત્મિક ગુણે તરફથી તેઓને જોઈતા પ્રમાણમાં લાભ મળતો હોય તે મળતું નથી અને રન-હીન દશામાં આવી ફસાય છે.
For Private And Personal Use Only