________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને ભેદે રહેલા છે, પણ વિષય કષાયના ત્યાગના વિવિધ કારણે નથી. મમતાને ત્યાગ થાય એટલે તેની સાથે પાછળના વિકારો અને વિચાર આપોઆપ દૂર ભાગતા જાય છે. ઉત્તમ મહાશયે તે દુન્યવી સ્વાર્થ સાધવા દાનાદિક કરવાની ભાવનાવાળા દેતા નથી. પણ મમતા, વિષય, કષાયને દૂર કરવા માટે જ ત્યાગાદિક કરવાની ભાવનાવાળા હોય છે, મયમ પુરુષ, સ્વાર્થ સાધવાપૂર્વક ત્યાગાદિક કરવાની ભાવનાવાળા હોય છે, પણ તેઓએ નિષ્કામભાવે ત્યાગ–દાન કરવાની વિચારણા કરવી જોઈએ. તેમાં તેમનું હિત અને શ્રેયા છે.
૩૪. વસ્તુઓ વિના પણ ચલાવી લેવાની ટેવ પાડવી. તે માનસિક બલ વિના બનતું નથી. જેમ જેમ માનસિક શક્તિ વધે છે તેમ તેમ દુન્યવી વસ્તુઓ સિવાય પણ ચલાવી લેવાની શકિત જાગ્રત થાય છે, દુન્યવી વસ્તુ સિવાય ચલાવી શકાય નહી તે સાચી પરાધીનતાની બેડી છે. આ બેડીને તેડવા માટે નિરન્તર ભાવના રાખવી કે દુન્યવી વસ્તુઓની પરાધીનતાને ત્યાગ કર્યા સિવાય સત્ય સ્વાધીનતા મળવી અશક્ય છે. આ પ્રમાણે સમજીને તીર્થંકર-વીતરાગકથિત આજ્ઞાનુસારે વ્રત-પ્રત્યાખ્યાન કરીને વસ્તુઓની પરાધીનતાની બેડીને તેડવા માટે મનુષ્ય સમર્થ બને છે. અને તેના વેગે આત્મબલ-માનસિક બલ પણ વધારી શકે છે જ્યારે વસ્તુઓ હેતી નથી ત્યારે આપણે ચલાવી શકીએ છીએ ને? તે પછી વસ્તુએ હેતે પણ ધારે તે ચલાવી શકાય, માટે શક્તિ નથી એમ બોલવું તે બીનકાળજી જેવું કહી શકાય. મનુષ્ય વ્યાધિશ્રત હોય અને વૈવોની દવા લેતા હોય ત્યારે વૈદ્યની આજ્ઞા
For Private And Personal Use Only