________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ સિવાય રાગને અભાવ થવો તે અશક્ય છે. રાગમાંથી જ, સમગ્ર સંસાર ઉપર થાય છે, અને રાગના અભાવમાં જ વીતરાગ બનીને મોક્ષપદ મેળવાય છે, માટે નિરન્તર સંસારના વિષાયિક સુખના સ્વરૂપને જાણે અને આત્માના સ્વરૂપને જાણે. વૈષયિકસુઓમાં આધિ, વ્યાધિ અને ઉપાધિ ભરપૂર ભરેલી છે, ત્યારે આત્મિક ગુણેની રમતામાં તથા ધર્મધ્યાનમાં આનંદના ઝરાઓમાં ઝીલવાનું હોય છે. આવા સુખમાં ઝીલવાનું કેને ગમે નહી? દરેક પ્રાણુઓને પસંદ તે છે જ કારણ કે સત્તામાં રહેલ આત્માના ગુણેમાં અનંત સુખ છે. અનંત આનંદની ઊર્મિઓ ઉછળ્યા કરે છે તેથી જ ક્ષણભંગુર, વિકારી ને વળી પરિણામે અત્યંત પરિતાપી એવાં સુખમાં પ્રાણુઓને સંતોષ થતું નથી–એટલે ભવ સુખની ઝંખના રહ્યા કરે છે; પરંતુ તેવા સુખની ઝંખના વિકારી-વૈષયિક સુખેથી કયાંથી પૂર્ણ થાય? કદાપિ થાય જ નહી. વૈષયિક સુખની ઝંખના અને મેળવેલી તેની સાધનસામગ્રી કદાપિ સત્યસુખને આપી શકતી નથી જ અને આપશે પણ નહી, માટે તેને રાગ એ છ કરે તથા બલ ફેરવીને તેને મૂલમાંથી દૂર કરે.
વિષયસુખની ઝંખનામાંથી જ માનસિક વૃત્તિઓની અત્યંત ચંચલતા વધતી રહે છે, જેમ જેમ માનસિક વૃત્તિઓ ચંચલતાના વેગમાં વધતી રહે છે તેમ ચિન્તાઓ, વ્યાધિઓ અને ઉપાધિઓની વિડંબનાઓને આવવાને અવકાશ બરબર મળે છે. આ ત્રિવિધ સંતાપને શાંત કરનાર જે કઈ હોય તે સમ્યગજ્ઞાનપૂર્વકની વિચારણા અને વિવેકની જાગૃતિ છે કે જેના સાથે માનસિક વૃત્તિઓને વેગ અને વિકાર અ૫ થતું રહે
For Private And Personal Use Only