________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મક
આપણને કઈ પણ ક્ષેત્રમાં મળેલ નહીં હોવાથી અર્વ કે વાય છે. તમે જે સોને અપૂર્વ અને સુખ જનક માને છે, તે તે અનંતવાર દેવદિકમાં પણ મળેલ છે અને મૂકેલ છે તેથી અપૂર્વ કહેવાય નહીં, પણ તે પ્રકારનું માતા તમારું છે. તે એક જાતની ભ્રમણ છે. ભ્રમિત બનેલ છવાત્માઓ, પૂર્વ ભવમાં સારા અગર ખરાબ સંગે ને વિયેગા અનંતીવાર પણ મળ્યાં હોય તેઓને અપૂર્વ માની બેસે છે, તેથી આત્માના અપૂર્વ પ્રભાવને જાણી શકતું નથી તેમજ આદરપૂર્વક મેળવી શકતા નથી, માટે આત્મરૂપ અપૂવ વસ્તુને જાણે-જાણીને આદરપૂર્વક ( સંકટને સહન કરીને પણ) મેળ. તેથી સાંસારિક સુખની તૃષ્ણ તમને સતાવશે નહીં અને સવય મેવ શાંત થશે. કહે, તમે બે સંગોમાંથી ક્યા સંબંધની ચાહના રાખો છો? સગાસબંધની કે સ્વરૂપસબંધથી આવિર્ભાવ પામેલા આત્માના ગુણેની?
વ્યવહારમાં કહેવાય છે કે ઘર આંગણે આવેલા મહેમાન એક બે દિવસ રહીને અવસ્થાને ચાલ્યા જાય છે અને પોતાના જે હોય છે તે જતા નથી. કદાચ જાય તે પાછા આવે છે તે પ્રમાણે સંગસંબંધે છે અને પાસે ને પાસે રહેનાર વરૂપસંબંધ છે; કઈ પણ કાળે આ સ્વરૂપસંબંધે રહેલા ગુણેને આવિર્ભાવ કર્યા સિવાય અવિકારી સુખ મળવાનું નથી જ અને તમે અવિકારી સુખની અભિલાષા રાખે છે તે સંગસંબંધે કદાપિ મળનાર નથી. ક્ષણમાં ખસી જનાર સત્ય-અવિકારી સુખ આપે કયાંથી ? માટે જે જે સંજોગો ઉપસિથત થયા હોય તેમાં મૂંઝવણમાં પડે નહીં. મૂંઝવણમાં
For Private And Personal Use Only