________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧.
પાપો કરીને પિધેલી કાયા અને આરંભ સમારંભ કરીને ભેગી કરેલી સંપત્તિ, સારી બુદ્ધિમાં બગાડ કરીને મેળવનારને મહામુશીબતમાં નાંખે છે. મદ-ધ-માનાદિના વિકારેને વધારીને પશુતામાં લાવી મૂકે છે. પ્રતાદિકનું પાલન કરનાર દાન દઈ શકે નહીં, તે પણ દાનના કરતાં ઘણું પુણ્ય મેળવી શકે છે અને વધારી શકે છે એટલે ત્રેતાદિકનું અનન્યભાવથી પાલન કર્યું તે સત્ય પુણ્ય અને પૈસે છે. પૈસે તે સત્ય પૈસે નથી, કારણ કે મહાપ્રયાસ કરીને પ્રાપ્ત કરેલ પૈસાથી પણ ચિન્તાઓ, વ્યાધિઓ તેમજ વિડંબનાઓ ટળતી નથી, પણ વધતાં જાય છે અને જેનાથી ચિન્તાઓ વધતી રહે વિડંબના આવે તેવા પૈસાઓ કે સંપત્તિ વિગેરેથી શો લાભ? ચિન્તાવિડંબનાદિકને હઠાવવા માટે પૈસા સંપત્તિ વિગેરે મહેનત કરીને મેળવાય છે, પણ ધારણ કરેલ કાર્યો બનતા નથી અને વિપત્તિઓ ઓછી પણ થતી નથી, માટે દુન્યવી પદાર્થોને પ્રાપ્ત કરવા મહાપુણ્યના પ્રભાવે પ્રાપ્ત થએલ કાયાને ખરાબેઅનાચારમાં જ નહી. સદાચાર પાળીને તે દ્વારા આત્માને અનુભવ લે અને પરમાત્મારૂપ બને. પરમાત્મા રૂપ બનવાને માટે પણ કાયાની જરૂર રહેવાની; માટે વિષયાસક્તિમાં કાયાને વિએ નહી.
૩૧. જગતના પ્રાણુઓનું સાધ્ય, ભિન્ન પ્રકારનું હોય છે. અને કર્મજન્ય રાગ-દ્વેષ, મેહ મમતા, અનાદિકાલની હોવાથી ભિન્ન ભિન્ન સાધ્ય માની તેને મેળવવા માટે નિરન્તર પ્રયત્નશીલ હોય છે, કેટલાકને મનહર ઈષ્ટ ભેજનાદિકનું સાધ્ય હોય છે, કેટલાકને તે સુગંધીદાર વસ્તુઓનું, રૂપાળા બનવાનું
For Private And Personal Use Only