________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હોય છે, કારણ કે આ પશુ પાપના સ્થાનકે છે. જ્યાં પાપના સ્થાનક હોય, ત્યાં ભીતિઓ, તેના ભણકારા અને શંકાઓ થયા કરે છે. તથા જેઓને સંતેષાદિક નથી તેઓને પરિગ્રહવૃત્તિ અધિક સતાવે છે, અને ભયગ્રત બનાવી આરંભ-સમારંભેની ઊંડી ખાડીમાં ધકેલી દે છે, જેથી પરોપકારાદિક કાર્યોમાં પણ ભય પામતા રહે છે રખે કઈ શરમમાં નાંખી મારી પાસેના પૈસાએ પરોપકારમાં અગર સમાજાદિકને ઉદ્ધાર કરવા પડાવી લેશે અને હું ગરીબ બનીશ. આવા આવા વિચારો અને ભીતિથી ભડકયા કરે છે. આવા જીવને કદાપિ નિર્ભયતા આવતી નથી અને સુખશાંતિ લાખે એજન દૂર રહેલ હોય છે, માટે સાત ભલેને નિવારવા માટે સમ્યજ્ઞાનપૂર્વક ચારિત્ર-સંયમની આરાધના કરવા તત્પર બનવું.
૨૮. માનવે કર્મથી ચંડાલ બને છે, અને કર્મથી બ્રાહ્મણ બને છે. ભલે પછી જાતિથી ચંડાળ હોય કે બ્રાહ્મણ હાય, નામથી ચંડાળ હોય કે બ્રાહ્મણ હોય, તે પણ સદાચરણના આધારે ચંડાલ કુલમાં અવતર્યો હોય છતાં કર્મ એવાં સારાં કરે, કે બ્રાહ્મણ કુલના બ્રાહ્મણ કરતાં ઊંચાં હોય અને બ્રાહ્મણ છતાં ચંડાલ જેવા કર્મો કરે. તમો સારા કુલના સુંદર નામ સહિત . પણ આચારો-કર્મો એવા હોય કે અધમ જાતમાં લાવી મૂકે; માટે નામની, જાતિની અને કુલની તથા મનુષ્યજન્મની સાર્થકતા મેળવવી હોય તે સદાચરણ સદાય સારા રાખે. મનમાં, વચનમાં અને કાયામાં દુષ્ટ કર્મોના સંસ્કારોને લગાડે નહી. શુભ સંસ્કારને ભરપૂર ભરે કે જેથી આ ભવમાં અને પરામાં સુંદર મનહર બનાય અને દુર્ગતિના દુઃખો ભેગ.
For Private And Personal Use Only