________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે. પ્રયાસ કરતાં કદાચ જાવક અટકે નહી અને આવક વધે નહી તે પણ હતાશ બનતા નથી અને તે માટે પ્રયત્ન ચાલુ રાખે છે. તે પ્રમાણે ઉત્તમ કાને પ્રયાસ ચાલુ રાખે તે, છેવટે શુભ પરિણામ આવશે. અશુભ પરિણામ અટકી પડશે માટે સુખાર્થીએ આયુષ્યને બંધ શુભ થાય તે માટે સદ્વિચારે સદ્દભાવનાઓ અને સદુપ્રવૃત્તિઓ કરવી તે જ હિતકર છે.
૨૫. સંકટના સમયે સંતાપ કર તે, દુખને બેગુણું ત્રણ ગણું કે તેથી પણ અધિક વધારવા બાબર છે; અધિક વધેલા દુઃખમાં સુખને અનુભવ કયાંથી આવે? સંકટ સમયે તે સંતાપને ત્યાગ કરીને તે કેવા પ્રકારે ટળે તેના વિચારો -ઉપાય કરવાની આવશ્યકતા છે. સંતાપ કરવાથી તે સંકટને નિવારવાના વિચારો પણ આવતા નથી, તે પછી પ્રયાસ કરવાની બુદ્ધિ ક્યાંથી થાય ? એટલે સારા સંગની અને બૂરા સગોની અનિત્યતા, અશરણુતા જાણીને સંકટ સમયે સંતાપ કરવે નહી, પણ હિંમત ધારી તેને દૂર કરવાના ઉપાયે લેવા જોઈએ. સંકટને દૂર કરવાની શક્તિ તમારામાં જ રહેલી છે તે અન્યથી આવશે નહી, માટે વિચારવિવેકને લાવીને સંતાપને નિવાર. પશુઓને વિચારશક્તિ અને વિવેકશક્તિનો અભાવ હોવાથી તેઓ આવી પડતાં સંકટને નિવારી શકતા નથી. તમે તે વિચાર અને વિવેક હેવાથી સંકટને નિવારવાની શક્તિ ધરાવે છે, તેથી સંકટ સમયે સંતાપ કરવું નહી. અને સંકટે કયા કારણે ઉપસ્થિત થયા, તેનાં કારણે શેધીને તેઓને દૂર કરવા સારાં નિમિત્તોને સે. સંકટ આવશે નહી અને સંતાપ પરિતાપાહિ પણ થશે નહી.
For Private And Personal Use Only