________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નાહક માનવે અજ્ઞાનતાથી મમતાને વશ બનીને વલેપાત કર્યા કરે છે વિગેરે ભાવનાથી દુન્યવી સોગની અસારતા-અનિત્યતા-અશરણુતા જ્યારે સમજવામાં આવી ત્યારે મહારાજાએ નવ નિધિ, અષ્ટ સિદ્ધિ, ચૌદ રત્ન તેમજ અદ્ધિ-સિદ્ધિને ત્યાગ કરીને સંયમને પૂર્ણભાવે આદર કર્યો ત્યારે સત્ય સુખનું ભાન થયું. અને સંયમમાં સ્થિર બની કર્મમલને મૂલમાંથી દૂર કરીને અનંત અદ્ધિ-સિદ્ધિ અને શુદ્ધિના સ્વામી બન્યા એટલે કેઈ પણ ભવમાં મમતાના સંપૂર્ણ ત્યાગ સિવાય સત્ય સુખને અનુભવ કદાપિ આવતું નથી, આવે છે જ નહી અને આવશે પણ નહી. મારું મારું કરીને મમતાના મીઠા મારને સારા માને નહી; તે તે ભભવ મરણ, જન્મ, જરાની વિડંબનામાં ફસાવશે.
૨૪. શારીરિક, માનસિક અને આત્મિક શક્તિ હોય તે જ આત્માની સાથે અનાદિકાલીન બદ્ધ થએલા નિકાચિત કર્મો, સહનશક્તિ દ્વારા દૂર ખસતા જાય છે, અને અનુક્રમે અત્યંત બલને ફેરવતાં ભૂલમાંથી પણ ખસી જાય છે. એકલા શારીરિક બલથી ચીકણું કર્મો દૂર ખસતા નથી. માનસિક અને આત્મિક બલ ન હોય તે વિષયકષાયની આસક્તિની પ્રબલતા હોવાથી અધિકાધિક કમેં બંધાય છે, શારીરિક અને માનસિક બલ હોય અને આત્મિક બલ ન હોય તે કર્મો બંધાતા બંધ થતા નથી. વિકલ્પ–સંકલપ કરીને દુર્ગતિમાં તે બલે લઈ જાય છે, માટે જે ત્રણે ય બલ સાથે હોય તે જ મેક્ષનાં અનંત સુખ આવી મળે છે, જેમકે
For Private And Personal Use Only