________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧ શ્રેષાદિકની અાપતા થાય છે તેમજ તે રાગ-દ્વેષાદિક દ્વારા જે કર્મબંધ થાય છે તેમાં ચીકાશ રહેતી નથી. મમતા મૂરછ જે હોય તે બાહા વરતુઓના ત્યાગથી રાગ-દ્વેષાદિક ઓછા થતા નથી પણ તેમાં વધારો થતું રહે છે. સાપ પોતાની બહારની કાંચલીને ત્યાગ કરવાથી નિર્વિષ બનતું નથી, જેઓ બાહ્ય અને આન્તરિક પરિગ્રહના ત્યાગી છે તેઓને ઇન્દ્રમહારાજાઓ પણ નમસ્કારપૂર્વક સ્તુતિ કરે છે. દુન્યવી વસ્તુઓને પરિગ્રહને ત્યાગી તે ત્યાગી કહેવાય છે, ફક્ત ઘર પુત્ર પત્ની વિગેરેના ત્યાગથી અને મનમાં મમતા રાખવાથી ત્યાગી કહે વાય નહિ. તમે અત્યંત પુત્રાદિકમાં મમતા રાખશો તે પણ
જ્યારે સંબંધ પૂરો થશે ત્યારે આપોઆપ કર્માનુસારે અન્યત્ર તેઓ ખસી જશે, એટલે પુત્રાદિક તેમજ અન્ય દુન્યવી વસ્તુ
એ ઉપર મમતા રાખવી તે વૃથા છે અને તેના સંગને વિગ થતાં અત્યંત ચિન્તાઓ કરવી, વિલાપ કરવા, તે પણ ફેગટ છે. ચિન્તાઓ કરવાથી કે વિલાપ કરવાથી જે વસ્તુઓને વિગ થયું છે, તે વસ્તુઓ પાછી આવી મળતી હોય તે ચિન્તાદિક કરવી તે ઠીક ગણાય. પુત્રાદિકના મરણથી કે પ્રિયતમાના મરણથી કેટલાક તેના ઉપર અત્યંત મમતા હેવાથી હાયપીટ કરીને દુઃખ પામે છે પણ તેઓને કઈ મળી શતું નથી કારણ કે મરણ પામેલ વ્યક્તિ જુદી ગતિમાં જાય છે. અને તેની પાછળ મરણ પામનાર વ્યક્તિ કઈ જુદી ગતિમાં ગમન કરે છે. અને વિલાપ-ચિન્તાઓ કરીને બાંધેલા કર્મોને વિપાક પિતાને, જે ગતિમાં ગયા હોય તે ગતિમાં ભેગવવા પડે છે. ત્યાં કોઈ દુઃખમાં ભાગીદાર બનતું નથી અને ભાગ
For Private And Personal Use Only