________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૪
બંધાતે રહેવાને જ; માટે સંયમની આરાધના કરી તેને ફસામાણમાંથી મુક્ત કરે, તે મુનિજનેનું કર્તવ્ય છે અને શ્રાવકનું પણ કર્તવ્ય છે, “આત્માને મુક્ત કરે
૬૧૧. આત્માને કર્મોથી મુક્ત કરવા માટે મનુષ્યપણું ઉત્તમ સાધન છે. અને આ સાધનની સફલતા કે સાર્થકતા, સિદ્ધાંત-શ્રવણ-રુચિ અને વર્તન ઉપર છે.
૬૧૨, કાંટાને કાઢવા માટે દુઃખને સહન કરવું પડે છે, તે પ્રમાણે કર્મના દુઃખને દૂર કરવા કષ્ટ સહન કરવું જોઈએ; કણને સહન કર્યા સિવાય કદાપિ કષ્ટ ખસશે નહી.
૬૧૩. દુઃખને દૂર કરવાને ઉપાય, દુઃખને સહન કરવું તે છે. શાતાગારવ, ગાદ્ધિગારવ અને રસગારવથી કદાપિ દુઃખ ટળશે નહી, માટે દુખ આવે ત્યારે ભયને ત્યાગ ! - ૬૧૪, સાંસારિક સુખની આશાઓ સાથે ચિન્તાઓને ગાઢ સંબંધ છે. જે ચિતાઓને ટાળવી હોય તે આશાએને નિવારી આત્માના ગુણોમાં લયલીન બને, તેથી આશાએ પુનઃ ઉત્પન્ન થશે નહી. આશાની બેડીથી બંધાએલ માણસે આખા જગતમાં દેકંડ કરે છે અને યાચના કરવામાં બાકી રાખતા નથી, છતાં આશાઓ પૂર્ણ થતી નથી. આશા રહિતને જગત્ અને દેવે પણ પ્રણામ કરે છે અને દાસ થાય છે. - ૬૧૫. સાંસારિક સુખની અભિલાષાએ કરાતી ધાર્મિક ક્રિયાઓ પણ સમ્યાન થયે ભાવક્રિયાનું નિમિત્ત બને છે–શ્રીપાલ કુમાર અને મયણની માફક
For Private And Personal Use Only