________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૪૦ મુજબ વર્તન પણ કર્યું; ભવરગને ટાળવા માટે શું ઉપાય કર્યો અને કઈ દવા લીધી?
૬૦૫. જે ભાગ્યશાલીઓ, ભવ રોગને ટાળવા માટે મન, વચન અને કાયાને કબજે કરીને આત્મતત્વમાં રમણુતા કરે છે તે સંપૂર્ણ આરોગ્ય મેળવે છે. દુન્યવી દવા, શારીરિક વ્યાધિને શાંત કરવા સમર્થ છે, પણ માનસિક આધિને શાંત કરવા તેમજ તેને મૂલમાંથી નાશ કરવા સમર્થ નથી.
૬૬. બૂડથલો સાથે બાધ ભીડનાર, બુદ્ધિમાન ન કહેવાય પણ તેઓને યુક્તિથી સમજ પાડનાર અને સન્માર્ગે વાળનાર બુદ્ધિમાન કહેવાય છે.
૬૦૭. સરળ અને કપટી. જ્યાં બનાવટી દેખાવ નથી અને જે રૂપે હોય તેવા દેખાય તે સરલ કહેવાય. દંભ કરીને દેખાવમાં લોકરંજન કરે તે કપટી કહેવાય.
૬૦૮. જેનામાં ક્ષમા ગુણ નથી તે વસ્તુતઃ શુરવીર નથી; જેનામાં ઉદારતા અને દયા નથી તે શ્રીમાન નથી, અને જેનામાં નીતિ ન્યાય નથી. તે અધિકારી નથી તથા જેનામાં વિનય, વિવેક અને સદ્વિચાર નથી, તે જ્ઞાની નથી; ગુણ જગતમાં પૂજાય છે.
૬૯. સમ્યક શ્રદ્ધાથી દર્શનમોહનીય કર્મ ટળે છે, સમ્યગજ્ઞાનથી નિર્લેપતા આવી હાજર થાય છે અને સદ્વર્તનથી ચારિત્રાવરણીય કર્મો નાશ પામે.
૬૧૦. આત્મા સયમ સિવાય સદાય સર્વત્ર દબાતે અને સંસારસાગરમાં તણાતે રહેવાને તથા આશાની બેડીમાં
For Private And Personal Use Only