________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૪
આત્માના ગુણે તરફ દૃષ્ટિ રાખનાર અને તે તે ગુણેને પ્રાપ્ત કરવા પ્રયત્ન કરનારની પાસે વિષ અને કષાઓ ભાગતા ફરે છે અને કષાય-વિષયના અનુયાયીઓ ભય-ચિતાપરિતાપ-વ્યાધિ વિગેરે પણ પાસે આવી શકતા નથી. મહાન થવાની અભિલાષાવાળાઓ, આત્મિક ગુણે તરફ લય રાખે નહી તે તે અભિલાષા ક્યાંથી પૂર્ણ થાય? અનંત શકિતના હવામી આત્માની આરાધનામાં તેમજ તેની સાધનામાં બરાબર લક્ષ્ય રાખીને લીનતા કરનારને દુખે રહેતા નથી, માટે આત્માના ગુણે તરફ લક્ષ્ય રાખવા પ્રયત્ન કરવાની આવશ્યકતા છે.
દુન્યવી પદાર્થોના સોગે તથા નિમિત્તે દુઃખદાયી નથી, પણ દુઃખદાયક જે કઈ હેય તે રાગ-દ્વેષમેહ-અજ્ઞાનતા-અહંકાર અને મમતા વિગેરે ભૂલ કારણે છે.
જ્યાં સુધી આ રાગાદિક મૂલ કારણે રહેલા છે ત્યાં સુધી કઈ પણ પ્રકારે પ્રાણુઓને સાચી સુખશાંતિ ઉપલબ્ધ થતી નથી. ક્ષણભંગુર વસ્તુઓમાં સત્ય સુખ આપવાની શકિત કયાંથી હોય? હરગીજ હોય નહી.
૫૮૧. નિર્મલ ચારિત્ર પાળે. શરીરશભા-સાહ્યબી અને સંપત્તિ માટે મનુષ્ય વિવિધ કોને સહન કરીને સુખી અભિલાષા રાખી રહેલ છે, પણ તે સુખ દુઃખમિશ્રિત છે. દુખરહિત સુખને મેળવવું હોય તે દુન્યવી સુખને ભેગ આપે અને નિર્મલ ચારિત્રનું પાલન કરે. નિર્મલ ચારિત્રના પાલન વિના દુઃખરહિત સુખ કદાપિ મળી શકશે નહી જ. ચારિત્રની આરાધનામાં જે કો સહન કરાય છે, તે વૃથા જતા નથી, પણ તેથી આત્મોન્નતિ થવાપૂર્વક સમ્યગ્રજ્ઞાનાદિકની પ્રાપ્તિ
For Private And Personal Use Only