________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩૨ વિષયમાં આસક્તિમાન બહુ સતાવે છે અને પીઠ ઉપજાવી દુઃખી દુખી બનાવી મૂકે છે. આ પ્રમાણે સમ્યગ્રાની સારી રીતે જાણતા હેવાથી વિષયેના ફંદામાં ફસાતા નથી, પણ તેઓને હર કરવા દરરોજ વિચાર કરતા હોય છે અને શક્ય પ્રયાસ કરવામાં ખામી રાખતા નથી. ત્યારે વિષય સુખરસિકો, તે સુખમાં મગ્ન બનવા માટે વિવિધ વિચારે અને પ્રયાસ કરતાં હોય છે તેથી તેમાં ફસાઈ વિવિધ વ્યાધિગ્રસ્ત બને છે.
પ૭૯ આપણું મહત્વાકાંક્ષાઓ વડે આપણે ઉરચતાના શિખરે આરૂઢ થઈએ છીએ, અને ઉચ્ચ આદર્શ હેય તે જ પ્રાપ્ત થએલા ઉત્તમ સાધને-નિમિત્ત ફલીભૂત થાય છે, માટે ઉરચતાને પ્રાપ્ત કરવી હોય તે ઊંચા વિચારો અને ઉરચ ઈરછાઓ રાખે. હલકા વિચારો અને હલકી નીચ ઈરછાથી તે આગળ વધાતું નથી તેમજ જે સ્થિતિ છે તેમાંથી પતિત થવાય છે તથા મહત્ત્વાકાંક્ષા સાથે પ્રયત્ન પણ પ્રબલ હોય તે જ ધારેલા કાર્યો પાર ઉતરે છે. જે પ્રમાદ-આળસ વિગેરેને પ્રવેશ થાય તે મહત્વાકાંક્ષા વિફલ બને છે; આપણી ઈરછાઓ આગળ પડતી કઈ છે તેને બરાબર ખ્યાલ કરીને પ્રમાદ, આળસ વિગેરેને નિવારી શક્ય પ્રયત્ન કરતા રહેવું જોઈએ. સાથે સાથે કાર્ય કરવાની વિધિને પણ જાણવાની આવશ્યકતા રહેલી છે. પ્રબલ ઈરછા–રીતસર વિધિ અને પુરુષાર્થ અવશ્ય કાર્યની સિદ્ધિ કરી શકે છે; ફક્ત ઈરછાઓ કરવાથી કાર્ય સિદ્ધિ પામતું નથી.
મહત્વાકાંક્ષાઓ મૂકી દેવા જેવી નથી જ. ઈછા હશે તે સમય મળતાં પ્રયત્ન થશે અને કાર્ય સધાશે.
For Private And Personal Use Only