________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલહ-કંકાસ કર્યો હોય તે વસ્તુઓ આ ભવમાં પડી રહે છે. સાથે દુઃખમાં ભાગ પડાવવા આવતી નથી, હારા ભાઈને ઈરછા મુજબ આપીશ તે પ્રેમ જળવાશે અને સલાહ-સંપથી પ્રેમમાં વધારે થતું રહેશે. આ પ્રકારની સલાહ માનીને મહટા ભાઈએ ન્હાના ભાઈને ઈછા મુજબ મિલકતમાં ભાગ આપે, તેથી પ્રેમ સચવા અને વળે. મહટા ભાઈને વ્યાપારમાં લાભ મળવાથી નાના ભાઈ કરતાં તે અધિક શ્રીમંત બને. સમાજમાં જ્ઞાતિમાં પ્રશંસા થવા લાગી અને જ્યારે ભાઈ ભાઈમાં તકરાર થાય ત્યારે તેનું દૃષ્ટાંત અપાતું માટે સારી ભાવના અને સારા સવભાવવાળા સંવેગી અને વૈરાગીને પરિચય કરીને તેઓની સલાહ-સૂચના લઈને તે પ્રમાણે વર્તન રાખવું, તે હિતકર અને શ્રેયકર છે. જે હેટા ભાઈએ સારી સલાહ લીધી ન હોત તે ભાઈઓમાં કંકાસ-કલહ અને વૈરની પરંપરા વધત અને ચિકણું કર્મો બાંધીને સુખી થાત નહી; માટે સુખી થવાની ઈછાવાળાઓએ ગમે તે ભેગે પ્રેમસંપને વધારે તે આવશ્યક છે; વ્યાપાર કરતાં ભાગ્યાનુસારે અને પ્રયત્નાનુસારે પૈસાઓ–વૈભવ કરતાં પણ પ્રેમ અધિક કિંમતી છે. સજજને પ્રેમને જાળવે છે ત્યારે ઈતરે કોઈપણ ઉપાયે પૈસા એકઠા કરીને જાળવે છે. પ્રેમની કિંમત તેઓને રહેતી નથી તેથી કરેલી મહેનત બધી માથે પડે છે અને હૈયાની દાહ શાંત થતી નથી. પ્રાયઃ જર-જમીન અને જે આ ત્રણે કજીઆ-કકાસના ભેરુ છે. સાચી કમાણી, કંકાસ કજીએ વેર-ઝેરને વસરાવી, સંપ-પ્રેમ રાખવામાં છે, જ્યાં કુસંપ છે અને વેર ઝેરનું વાતાવરણ છવાએલ હોય ત્યાં દ્રવ્ય અને ભાવ
For Private And Personal Use Only