________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૭૩. પ્રત્યેક પ્રાણીઓ, સરાએ તે સિદ્ધ સમાન
પણ રાગ-દ્વેષ અને મેહ જ્યાં સુધી રહેલ છે ત્યાં સુધી કેવલજ્ઞાની કે સિદ્ધ સમાન બનતા નથી અને કવલજ્ઞાન સિવાય આધિ, વ્યાધિ અને ઉપાધિના સંકટ ટળતા નથી.
જ્યારે રાગ-દ્વેષ અને મેહના વિકારે મૂલમાંથી દૂર ખસે ત્યારે કૈવલ્ય જ્ઞાનને પ્રાદુર્ભાવ થાય છે. આત્મા જ્ઞાનમય, દર્શન અને ચારિત્રમય બને છે અને સર્વ દુખેથી મુકત બની અઘાતી આ કને ઘાત કરી સિદ્ધપદના અનંત સુખને સત્ય અનુભવ કરે છે;
આ અનુભવ, અપૂર્વ હોય છે તેમજ અનુપમ-અનંત હોય છે. જગતમાં કોઈ પણ વસ્તુઓ, તેની બરાબરી કરી શકે નહી.
પ૭૪, અનેકાંત દૃષ્ટિ તે સાપેક્ષ દૃષ્ટિ છે. અનેકાંત. દષ્ટિથી રાગ-દ્વેષ અને મેહના વિચારો અને વિકારો ટળે છે અને આત્મસ્વરૂપનું ભાન થાય છે. જેઓને અનેકાન્ત દૃષ્ટિને લાભ મળતું નથી તેઓ જ રાગ, દ્વેષ અને મહિના ગાઢ બંધનમાં બંધાતા રહે છે, તેથી પરાધીનતા ખસતી નથી અને સ્વાધીનતા સ્વયં આવીને મળતી નથી. જગતને વ્યવહાર, સાપેક્ષ દષ્ટિ સિવાય સુગમ અને સરલ બનતો નથી. તેમજ થએલ ભૂલે તથા થતી ભૂલ પકડાતી નથી-સમજાતી નથીસમજ્યા સિવાય સુધારી શકાતી નથી, તેથી ભૂલની પરંપરાથી વ્યાવહારિક કાર્યો પણ હિતકારક ન બનતાં દુખદાયક નીવડે છે. તે વ્યાવહારિક કાર્યોમાં સાપેક્ષતાપૂર્વક વર્તન રાખવામાં આવે તે, વેર-વિરોધ–કલહાદિક ઉત્પન્ન થાય નહી. અને તે વ્યવહાર શુભ બની શુદ્ધિને મેળવવામાં અસાધારણ સાધન બને.
અનેકાંત-સ્વાદુવાદ દક્ષિણમાં વિશ કરનાર જે કોઈ હોય તે
For Private And Personal Use Only