________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભય પામીને દૂર ભાગી જવાય છે અને ઉપાશે એવા લેવાય છે કે સુખશાંતિના બદલે વિપત્તિનાં વાદળે આવીને ઉપસ્થિત થાય. સુખશાંતિને માટે અષ્ટાદશ પાપસ્થાનકે સેવાને માણસ, ઉલટા દુઃખેને તથા દુર્ગતિને આમંત્રણ આપી રહેલ છે. દુર્ગતિ, તેઓની વાટ જોઈ બેસી રહેલ છે.
૫૭૧. અરે ભાગ્યશાલીઓ ! ભગવાન કર્તા નથી પરંતુ કર્મ કર્તા છે માટે કર્મ–ક્રિયાઓને સુધારે! ભગવાન કરે તે સારા માટે-આમ નહી માનતા પણ જે થાય તે સારા માટે, આમ વિચારીને ચિન્તા, પરિતાપ, શેકાદિક કરે નહી. પ્રાયઃ વક્તાઓ, સારી રીતે કહી શકે છે પણ કરતા નથી. જે કહ્યા પ્રમાણે કરતા હોય તે તેઓનું કામ થઈ જાય અર્થાત આત્મવિકાસ સાધે.
ઠેકટર જીવાડતા નથી પણ આયુષ્ય જીવાડે છે, આયુષ્ય પ્રમાણે જીવાય છે. જે બરાબર તપાસ કરવામાં આવે તે માલુમ પડશે કે સંસ્કાર વધતા નથી પણ સ્વછંદતા વધી રહી છે. સંસ્મર વધવાને માટે ધર્મની આરાધના સિવાય અપાય નથી. જ્યાં રવછંદતા રહી છે ત્યાં સંસ્કાર કેવી રીતે આવી શકે ?
વિલાસી જનેમાં પ્રાયઃ વિનય, વિવેક તેમ જ સુસંસ્કારો હોય તે પણ ખસતા વિલંબ થતું નથી, માટે વિલાસને ત્યાગ કરવા શક્ય પ્રયાસ કરો એગ્ય છે.
પ૭૨, આઠ કર્મોના આધારે જ જીવ અને શિવમાં. ભેદ પડેલ છે, સંસારી અને સિદ્ધને ભેદભાવ, વાત
For Private And Personal Use Only