________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યણ, અરી દુનિયામાં ભટકવાથી કે પૈસા ખરચવાથી મળી શકે એમ નથી. જે અમૂલ્ય હોય તે મૂયથી મળી શકે નહી અને મૂલ્યવડે ખરીદ કરનારને અમૂલ્ય કયાંથી મળે ?
૫૫૧. શ્રદ્ધાએ સર્વ યુગમાં ચમત્કાર કરી બતાવ્યા છે. શ્રદ્ધાના આધારે, એક લાકડાને આકૃતિવાળે ટુકડે કે માટીની બનાવેલ મૂર્તિ કે દોરા ફુલ આપવા સમર્થ બને છે. સુંદર અને ઉમદા વિચારોમાં જે સાચી શ્રદ્ધા હેય તે અને મંત્રમાં સાચી શ્રદ્ધા હોય તે જરૂર આધિ-વ્યાધિને દૂર કરવા તે સમર્થ બને છે. જેઓએ સફલતા-સિદ્ધિ મેળવી છે, તે શ્રદ્ધાના આધારે જ. આત્મામાં અને આત્માના ગુણેમાં જેઓને સંપૂર્ણ શ્રદ્ધા છે તેઓ જ દુન્યવી પદાર્થોમાંથી આસક્તિ અપ કરવા અગર મૂલમાંથી નાશ કરવા સમર્થ બને છે, જ્યાં સુધી દુન્યવી પદાર્થોમાં આસકિત છે, ત્યાં સુધી આત્માના ગુણેની શ્રદ્ધા બેસે નહી.
૫૫. સાચી સમજણ હોય અને વિપત્તિઓને સહન કરવાની તાકાત હોય તે જ, જગતની વિચિત્ર ઘટના નું પરિવર્તન કરી શકાય છે, સુખ-દુઃખના સગો પોતે જ ઉપસ્થિત કરેલ છે. મનમાં જે સમજણપૂર્વક સહન કરવાની શક્તિ હોય તે દુઃખ, અને તેના નિમિત્તો સુખરૂપે પરિણામ પામે છે. ભાગ્યના ભરોસે બેસી રહેવાથી આવી પડેલ દુખ ખસતું નથી અને સુખશાંતિ આવીને મળતી નથી, માટે સહન કરવાની શક્તિને અવશ્ય પ્રાપ્ત કરવી. પંડિતેમાં વિદ્વત્તા સારા પ્રમાણમાં હોય પણ જે સહનતા ન હોય તે તેઓની રીતસર કિંમત અંકાતી નથી અને પ્રશંસાપાત્ર બનતા નથી.
For Private And Personal Use Only