________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તરવને ઓળખી, વિષય કષાયના વિકારને બળ ફેરવી દૂર કર્યા અને કેવળજ્ઞાન મેળવીને પૂર્ણતાને પામ્યા. તેવી રીતે આપણે પુરુષાર્થને કરીને જે આત્મતત્વને ઓળખી વિષય કષાયના વિકારે દૂર કરીએ તે જરૂર પરમાત્મ દશાને પ્રાપ્ત કરીએ. પરમાત્મ દશાને પ્રાપ્ત કરવાની આપણામાં તાકાત છે પણ હર્ષ-શોક-સંતાપ-શંકા-ભય-ખેદ તથા રાગદ્વેષાદિકવડે દબાઈ રહેલ છે. તેઓનું દબાણ જે ઓછું થાય અગર મૂલમાંથી ખસે તે જ પૂર્ણતાને પામી શકાય.
ઘણું માણસોને સફલતા નથી મળતી તેનું કારણ માત્ર એજ છે કે તેઓનું મન શંકા-ભયાદિકથી ઘેરાયેલ હોય છે. જે ભય-શંકાદિક દૂર કરે તે આત્મતત્વ માટે પ્રબલ પુરુષાર્થ થાય અને પુરુષાર્થનુસાર આત્મતત્વને પ્રકાશ થતે જાય; પણ મનુષ્યનું માનસિક વલણ, પદાર્થોમાં જ રહેલું હોવાથી અદશ્ય આત્મતત્વને ઓળખી શકતું નથી. જ્યારે ઈષ્ટ પદાથે ઉપલબ્ધ થાય છે ત્યારે તેમાં સઘળું સુખ સમાએલું છે. આમ માનીને મમતા ધારણ કરે છે, તે પણ એવી કે, તે પદાર્થોને કઈ ચેરીને લઈ જાય, કે અગ્નિથી બળીને ખાખ થાય, અગર વયમેવ નષ્ટ થાય ત્યારે સર્વસ્વ નષ્ટ થએલ હોય તેની માફક માની પરિતાપ કરવામાં બાકી રાખતા નથી, પરંતુ સત્ય જ્ઞાનના અભાવે તેઓને માલુમ પડતું નથી કે પદાર્થો જે ઉપલધ થએલ છે તે સંગસંબંધે મળેલા છે, અને જે સંગસંબંધે મળે છે તેઓને વિગ સજાએલો છે જ આમ જે સમજણ પડે તે કોઈ પ્રકારને સંતાપ થાય નહી અને નિરન્તર આનંદમાં જીવન પસાર થાય.
For Private And Personal Use Only