________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જાજ
શાક-સંતાપ-વલેપાત રહે નહી, અને સર્વ પ્રકારની આધિઓ પણ દૂર ખસે. તમારી ઈચ્છાઓ તે છે કે પરમાત્માના ગુણેમાં અમે કયારે લયલીન થઈએ. અને અક્ષયઅનંત ઋદ્ધિ-સિદ્ધિ અને શુદ્ધિના સ્વામી કયારે થઈએ, પરંતુ મેહે તમેને અનાદિકાલથી જુદા પાડ્યા છે. તે મેહ હઠાવ્યા સિવાય પરમાત્મા પાસે આવી શકાશે નહી; જેવી રીતે નાનું બાળક માતાની ગોદમાં–માતાના મેળામાં બેઠેલ હોય ત્યારે તેને આધિ, વ્યાધિ અને ઉપાધિને વિચાર સરખો પણ આવતે નથી તે પછી તેને શંકા-નિરાશાયાદિક હેય ક્યાંથી? તેવી રીતે પરમાત્માની અનંત શક્તિની છાયામાં બિરાજમાન બાળરૂપે આપણે રહેલાને ભયાદિ વિકાર હાય કયાંથી ? સદાયનિર્ભય-નિઃશંક બનીને જ અંતે પરમાત્મરૂપ થવાય છે.
૫૪૭. પરમાત્માનું ધ્યાન કરનાર અને ધ્યેયરૂપે માનનાર શ્રદ્ધાળુને, નિષ્ફળતા મળે અગર દીનતા, હીનતા, ગરીબાઈ ભાસે તે અશક્ય છે, દીનતા-હીનતા અને રંકતા તે તૃષ્ણામાં રહેલી હોય છે. જેટલા પ્રમાણમાં તૃષ્ણ–તેટલા પ્રમા
માં બીજાઓ કરતાં પણ હીનતા ભાસે છે; પરમાત્માનું દયાન કરનારને દીનતા, યાચના વિગેરે હેતા નથી. માણસને મહેટામાં હટી સફલતા નથી મળતી તેનું કારણ એ છે કે તેના મનનું દ્વાર શંકા, વ્યગ્રતા અને નિરાશાથી તેમજ તૃષ્ણાથી બંધ થએલ હોય છે અર્થાત્ તેમાંજ બદ્ધ બનેલું હોવાથી આત્મિક ગુણે તરફ વળતું નથી.
જેઓએ પરમાત્મદશા પ્રાપ્ત કરી છે તેઓ પ્રથમ તે આપણા જેવા જ હતા પરંતુ તેઓએ પુરુષાર્થ કરી, આત્મ
For Private And Personal Use Only